Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 દુ:ખી તથા ભૂખ્યા થઈને, તેઓ [દેશમાં] ભટકશે; અને ભૂખ્યા થઈને તેઓ ક્રોધાયમાન થશે, ને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે, તેઓ આકાશ તરફ જોશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 દુ:ખી તથા ભૂખ્યા થઈને તેઓ દેશમાં ભટકશે. જ્યારે તેઓ ભૂખ્યા થશે, ત્યારે તેઓ ગુસ્સે થશે અને ઊંચે આકાશ તરફ જોઈને પોતાના રાજાને તથા પોતાના ઈશ્વરને શાપ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ભૂખથી અને દુ:ખથી પીડાતા લોકો આખા દેશમાં ભટકશે. ભૂખના માર્યા ગુસ્સે થઇને તેઓ પોતાના રાજાને અને દેવને શાપ આપશે, અને ઊંચે આકાશ તરફ જોશે;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:21
25 Iomraidhean Croise  

એ જ વર્ષના ચોથા માસને નવમે દિવસે એવો કારમો ભૂખમરો હતો કે લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો.


તેણે હજી એ બોલવાનું પૂરું પણ નહોતું કર્યું ત્યાં રાજા આવી પહોંચ્યો અને કહ્યું, “આપણા પર પ્રભુએ જ આ આપત્તિ મોકલી છે તો પછી મારે તેમની સહાયને માટે ક્યાં રાહ જોવાની રહી?”


પરંતુ તમારો હાથ ઉગામીને તેના પર પ્રહાર કરો તો તે મોંઢે ચઢીને તમને શાપ આપશે.”


તેની શક્તિ ભૂખથી ક્ષીણ થઈ છે અને તે ઠોકર ખાય એની જ રાહ વિપત્તિ જુએ છે.


પરંતુ તમારો હાથ ઉગામીને તેના શરીરને પીડા આપો, એટલે તે મોઢે ચઢીને તમને શાપ આપશે.”


ત્યારે તેની પત્નીએ તેને કહ્યું: “શું તું હજી તારી નિષ્ઠાને વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ દે અને મરી જા.”


“ઈશ્વરની નિંદા ન કરો અને લોકોના આગેવાનોને શાપ ન દો.


માણસ પોતાની મૂર્ખતાથી જ બરબાદ થાય છે; છતાં તે પાછો મનમાં ચિડાઈને પ્રભુને દોષ દે છે.


મારા લોકમાંથી ગરીબમાં ગરીબ માણસને ખાવા અન્‍ન મળશે અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે, પણ હે પલિસ્તીઓ, તમારા પર તો હું દુકાળ મોકલીને તમારો જડમૂળથી સંહાર કરી દઈશ અને જેઓ બાકી રહેશે તેમની ક્તલ કરાશે.”


તારા પર તો બેવડી આપત્તિ આવી પડી છે: યુદ્ધને લીધે પાયમાલી અને વિનાશની સાથોસાથ ભૂખમરો પણ છે અને તારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ નથી.


લોકો કહે છે, “એટલે તો અમે અદલ ઇન્સાફથી વંચિત છીએ અને હજી અમારો બચાવ થયો નથી. અમે તેજની આશા રાખીએ છીએ, પણ અમારે તો ઘોર અંધકારમાં ચાલવું પડે છે.


તેથી મારા સેવકો ખાશે પણ, તમે ભૂખ્યા રહેશો; મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો;


તેઓ જમણે હાથે ખોરાક ઝૂંટવી લે છે, પણ તેમની ભૂખ મટતી નથી. તેઓ ડાબે હાથે ખાય છે, પણ ધરાતા નથી. બલ્કે, તેઓ પોતાનાં બાળકોને ખાઈ જાય છે!


મનાશ્શાના લોક એફ્રાઈમના અને એફ્રાઈમના લોક મનાશ્શાના ભક્ષ થઈ પડયા છે. તેઓ સાથે મળીને યહૂદિયાને ખાઈ જવા હુમલો કરે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી પણ સજા કરવાને ઉગામેલો છે.


જો હું ખેતરમાં જાઉં, તો ત્યાં યુદ્ધમાં માર્યા ગયેલાઓનાં શબ જોઉં છું. જો નગરમાં પ્રવેશ કરું, તો દુકાળથી પીડાતા લોકોને જોઉં છું. સંદેશવાહકો અને યજ્ઞકારો દેશમાં હાંફળાફાંફળા બનીને ભટકે છે અને શું કરવું તે તેમને સૂઝતું નથી.


એ જ વર્ષના ચોથા મહિનાના નવમે દિવસે ભૂખમરો હતો અને લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો.


એ સમયે તમે પોતે પસંદ કરેલા તમારા રાજાને લીધે પોકારશો, પણ પ્રભુ તમારી ફરિયાદો સાંભળશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan