Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:16 - પવિત્ર બાઇબલ C.L.

16 “હે મારા શિષ્યો, તમારી વચમાં હું આ સાક્ષી બાંધી દઉં છું અને આ સંદેશા પર મહોર મારું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હું સાક્ષી બાંધી દઈશ, શિક્ષણ પર મહોર કરીને મારા શિષ્યોને [તે સોંપી દઈશ].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હું મારા સાક્ષી બાંધી દઈશ અને સત્તાવાર વિગતોને મહોર મારીને મારા શિષ્યોને સોંપી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “આ કરાર હું બંધ કરી દઉં છું. આ શિક્ષણને મહોર મારીને મારા શિષ્યોને સુપ્રત કરું છું.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:16
25 Iomraidhean Croise  

પછી યહોયાદા યોઆશને બહાર લઈ આવ્યો, તેના માથા પર મુગટ મૂક્યો અને તેને રાજપદ અંગેના નિયમોની નકલ આપી. પછી યોઆશનો અભિષેક કરી તેને રાજા તરીકે જાહેર કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા અમર રહો!”


પ્રભુ તેમના ભક્તોને પોતાના ગૂઢ ઇરાદા જણાવે છે, અને તેમની સાથેના પોતાના કરારનું સમર્થન કરે છે.


હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું.


હું પ્રભુ પોતે તારા લોકને શિક્ષણ આપીશ અને તેમને પુષ્કળ સમૃદ્ધ કરીશ.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


તેણે મને કહ્યું, “હે દાનિયેલ, હવે પુસ્તક બંધ કર અને દુનિયાના અંતના સમય સુધી તેને મુદ્રિત કર. દરમ્યાનમાં, બની રહેલા બનાવો સમજવાને ઘણાઓ વ્યર્થ પ્રયત્નો કરશે.”


“તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે.


ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે.


તેઓ ઘરમાં ગયા, ત્યારે શિષ્યોએ ઈસુને આ બાબત અંગે પૂછયું.


તેમની સાથે તે ઉદાહરણો વિના બોલ્યા નહિ. પણ પોતાના શિષ્યોની સાથે એકલા હોય, ત્યારે તે તેમને બધું સમજાવતા.


હવે જેની પાસે પવિત્ર આત્મા નથી, તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતું જ નથી. હકીક્તમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતાં જ નથી, પણ તે તેને મૂર્ખતારૂપ લાગે છે. કારણ, તેમનું મૂલ્ય આત્મિક રીતે અંક્ય છે.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યાર પછી મોશેએ તેમને આ સાક્ષ્યવચનો, ધારાધોરણો અને આજ્ઞાઓ કહી સંભળાવ્યા.


ઈશ્વર ભવિષ્યમાં જે પ્રગટ કરવાના હતા તેની સાક્ષીના સંબંધમાં મોશે ઈશ્વરના આખા કુટુંબમાં સેવક તરીકે વિશ્વાસુ હતો,


એ ગર્જનાઓ બોલી કે તરત જ હું તે લખી લેવા જતો હતો. પરંતુ મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, “સાત મહાગર્જનાઓની વાણી ગુપ્ત રાખ અને લખીશ નહિ!”


હું તેનું ભજન કરવા તેને પગે પડયો, પણ તેણે મને કહ્યું, “એમ ન કર. હું તારો ને તારા ભાઈઓનો એટલે ઈસુએ પ્રગટ કરેલ સત્યને વળગી રહેનાર સૌનો સાથીસેવક છું. ઈશ્વરનું ભજન કર!” કારણ, ઈસુએ પ્રગટ કરેલો સત્યસંદેશ જ સંદેશવાહકોના સંદેશનું હાર્દ છે.


પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે, તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્ત રાખવામાં આવેલા માન્‍નામાંથી ખાવા આપીશ. વળી, હું તેને એક સફેદ પથ્થર આપીશ; જેના પર એક એવું નામ લખેલું છે કે જેને એ પથ્થર મળે તેના વગર બીજું કોઈ તે જાણતું નથી.”


ત્યાર પછી રાજ્યાસન પર જે બિરાજમાન છે તેમના જમણા હાથમાં મેં એક પુસ્તક જોયું. તે તો બન્‍ને બાજુએ લખેલું અને સાત મુદ્રાથી મુદ્રાંક્તિ કરેલું હતું.


ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”


Lean sinn:

Sanasan


Sanasan