Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુએ મને પોતાના હાથના જોરે પકડી રાખીને ચેતવણી આપી કે તારે આ લોકોના માર્ગમાં ચાલવું નહિ. તેમણે કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવાએ પોતાના સમર્થ હાથથી મને [ઝાલીને] મારી સાથે આ પ્રમાણે વાત કરી, ને આ લોકોના માર્ગમાં ન ચાલવાની શિખામણ આપીને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહે પોતાના સમર્થ હાથથી મને પકડીને, મારી સાથે આ પ્રમાણે વાત કરી અને આ લોકોના માર્ગમાં ન ચાલવા માટે ચેતવણી આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ મને જોરથી પકડીને એ લોકોને માર્ગે જતો રોક્યો, અને મને આ મુજબ કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:11
10 Iomraidhean Croise  

એલિયા પર પ્રભુનું પરાક્રમ આવ્યું, પોતાની કમર કાસીને તે છેક યિઝ્રએલ સુધી આહાબના રથની આગળ આગળ દોડયો.


પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’


તો મારા પુત્ર એવા માણસોના માર્ગને તું અનુસરીશ નહિ, અને તારાં પગલાં તેમના રસ્તાથી દૂર રાખજે.


પ્રભુ કહે છે, “હઠીલી પ્રજાની તો દુર્દશા થશે! તેઓ યોજનાઓ ઘડે છે, પણ તે મારી ઇચ્છા મુજબની નથી. તેઓ સંધિકરારો કરે છે, પણ તે મારા આત્માએ પ્રેરેલા નથી. એમ કરીને તેઓ પાપ પર પાપનો ગંજ ખડક્યે જાય છે.


એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ.


હે પ્રભુ, તમે મને લલચાવ્યો અને હું લલચાઈ ગયો, તમે મને ભીંસમાં લઈને વશ કરી દીધો. આખો દિવસ હું મજાકનું પાત્ર lબન્યો છું, અને બધા લોકો મારી મશ્કરી ઉડાવે છે.


પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી.


પછી આત્માએ મને ઊંચકી લીધો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો સજ્જડ કબજો લીધો. તેથી હું કચવાતે મને ધૂંધવાઈને ગયો.


કારણ, અમે જાતે જે જોયું છે તથા સાંભળ્યું છે તે વિષે અમારાથી બોલ્યા વિના રહેવાય તેમ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan