Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:10 - પવિત્ર બાઇબલ C.L.

10 યુદ્ધ માટે વ્યૂહ રચો, પણ તે નિષ્ફળ જશે. મંત્રણાઓ કરો, પણ તે પડી ભાંગશે! કારણ, ઈશ્વર અમારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મસલત કરો, અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો, ને તે ફોકટ જશે; કેમ કે ઈશ્વર અમારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યોજના તૈયાર કરો અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો અને તે નિષ્ફળ થશે, કેમ કે ઈશ્વર અમારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અમારી સામે આક્રમણ કરવાની યોજનાઓ તૈયાર કરો, તમારી વ્યૂહરચનાઓ વિકસાવો, સભાઓ બોલાવો; અને નાશ પામો! કારણ કે યહોવા અમારી સાથે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:10
40 Iomraidhean Croise  

એ અરસામાં અબિમેલેખ અને તેના સેનાપતિ ફિકોલે અબ્રાહામ પાસે જઈને તેને કહ્યું, “ તારાં સર્વ કાર્યોમાં ઈશ્વર તારી સાથે છે.


દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.”


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


આબ્શાલોમ અને સર્વ ઇઝરાયલી આગેવાનોને એ સલાહ સારી લાગી.


તેમનામાંથી એકે ઉત્તર આપ્યો, “હે રાજા, મારા માલિક, કોઈ નહિ; પણ તમે તમારા પોતાના ખંડના એકાંતમાં જે બોલો છો તે પણ ઈઝરાયલ દેશમાંનો સંદેશવાહક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.”


ઈશ્વર પોતે અમારા આગેવાન છે અને તેમના યજ્ઞકારો તમારી સામેની લડાઈમાં રણભેરી વગાડવા તેમનાં રણશિંગડાં લઈને અહીં અમારી સાથે છે. હે ઇઝરાયલીઓ, તમે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સામે લડશો નહિ! તમે જીતી શકવાના નથી.”


તે પ્રપંચીઓના પેંતરાને ઊંધા વાળે છે અને તેમના હાથનાં કાર્યો સફળ થવા દેતા નથી.


તમે તેમનો સામનો કરવા ધનુષ્યની પણછ પર હાથ દેશો, તેથી તેમને પીછેહઠ કરવાની ફરજ પડશે.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


આવો, અને પ્રભુનાં મહાકાર્યો નિહાળો; તેમણે પૃથ્વી પર કેવાં આંતકપ્રેરિત કાર્યો કર્યાં છે તે જુઓ.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


સર્વસમર્થ પ્રભુએ નક્કી કરેલી યોજનાને કોણ રદ કરશે? શિક્ષા કરવાને તેમનો હાથ ઉગામેલો છે, તો તેને કોણ અટકાવી શકશે?


મરણ સાથેનો તમારો કરાર તૂટી જશે અને મૃત્યુલોક શેઓલ સાથેની તમારી સંધિ રદ થશે. તમારા પર વિનાશનો ચાબુક વીંઝાશે અને તેના પ્રહારથી તમે પડી જશો.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


“તું બીશ નહિ, હું તારી સાથે છું. હું તારા વંશજોને પૂર્વમાંથી લાવીશ અને તમને પશ્ર્વિમમાંથી લાવીને તમારા વતનમાં એકઠા કરીશ.


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


એ પ્રવાહથી નાળાં ઊભરાઈ જશે અને તેમના કાંઠા છલકાઈ જશે. તે યહૂદિયામાં ધસી જઈ ફરી વળશે અને આગળ વધતાં ગળા સુધી પહોંચશે. આખા દેશને આવરી લે તે રીતે તે પોતાની પાંખો પ્રસારશે.” ઈશ્વર અમારી સાથે હો!


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


તમે બેબિલોનના રાજાથી ગભરાઓ છો, પણ તેનાથી ગભરાશો નહિ; કારણ, હું તમારી સહાય કરવા તમારી સાથે છું અને તમને તેમના સકંજામાંથી છોડાવીશ.


હે મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ, કારણ, હું તમારી સાથે છું. જે જે પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા, તે બધાનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો સમૂળગો નાશ કરીશ નહિ; જો કે તમને તો મારા ન્યાયના ધોરણ પ્રમાણે શિક્ષા કરીશ અને એમાંથી તમને બાક્ત રાખીશ નહિ. હું પ્રભુ આ બોલું છું.”


પ્રભુએ નિર્મિત કર્યું હોય એ સિવાય કોઈથીય કશું કરી શકાય છે?


પ્રજાઓમાં આ જાહેરાત કરો: ‘યુદ્ધને માટે સજ્જ થાઓ; તમારા યોદ્ધાઓને તેડાવો; તમારા સર્વ સૈનિકોને એકત્ર કરી કૂચ કરો!


પછી હાગ્ગાયે લોકોને પ્રભુનો સંદેશો જણાવ્યો: “મારું વચન છે કે હું તમારી સાથે રહીશ.”


પ્રભુની વિરુધ બંડ ન કરો અને ત્યાંના લોકોથી ડરી ન જાઓ. આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.”


કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો, તો મરશો જ; પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો, તો તમે જીવશો.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


“જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે.


યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.


પણ મારાં બાળકો, તમે તો ઈશ્વરના છો અને જૂઠા સંદેશવાહકોને તમે હરાવ્યા છે. કારણ, તમારામાં રહેતો પવિત્ર આત્મા દુનિયામાં રહેલા આત્મા કરતાં વધુ શક્તિશાળી છે.


Lean sinn:

Sanasan


Sanasan