Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 7:18 - પવિત્ર બાઇબલ C.L.

18 “તે સમયે પ્રભુ ઇજિપ્તવાસીઓને નાઇલ નદીના દૂરદૂરના ફાંટાઓ પાસેથી માખીની જેમ અને આશ્શૂરીઓને તેમના દેશમાંથી મધમાખીઓની જેમ સીટી વગાડીને બોલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી તે દિવસે મિસરની નદીઓના છેડાઓ પર જે માખી છે તેને, અને આશૂર દેશમાં જે મધમાખી છે તેમને યહોવા સીટી વગાડી બોલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 વળી તે સમયે યહોવાહ મિસરની નદીના છેડાઓ પર જે માખી છે તેને અને આશ્શૂરમાંથી જે મધમાખીઓ છે તેમને યહોવાહ સીટી વગાડીને બોલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “તે દિવસે યહોવા મિસરની નદીની દૂરની શાખાઓમાંથી સીટી મારીને માખીઓને અને આશ્શૂરમાંથી મધમાખીઓને બોલાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 7:18
15 Iomraidhean Croise  

પ્રભુએ આજ્ઞા કરી એટલે માખો તથા જુઓ તેમના આખા દેશ ઉપર ઊભરાયાં.


મધમાખીઓની જેમ તેમણે મને ઘેર્યો હતો, પણ તે ઝાંખરાની આગની જેમ જલદી હોલવાઈ ગયા અને યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો.


જો તું તેમને નહિ જવા દે તો હું તારા ઉપર, તારા અમલદારો ઉપર, તારી પ્રજા ઉપર અને તમારાં ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં મોકલીશ. ઇજિપ્તીઓનાં ઘરોમાં અને તેઓ જ્યાં હરતાફરતા હોય ત્યાં બધી ભૂમિ પર માખીઓનાં ટોળાં ભરાઈ જશે.


પ્રભુએ એ પ્રમાણે કર્યું. ફેરોના મહેલમાં અને તેના અમલદારોના ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં આવ્યાં અને આખા ઇજિપ્તમાં માખીઓનાં ટોળાંથી ત્રાસ ત્રાસ થઈ ગયો.


તેઓ દૂરદૂરના દેશોમાંથી અને પૃથ્વીના છેડેથી આવે છે. પ્રભુ અને તેમના કોપનો અમલ કરનારા સૈનિકો આખા દેશનો વિનાશ કરવાને આવે છે.


ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.


પ્રભુ દૂરની પ્રજાને વજા ફરકાવીને બોલાવે છે, તે તેમને સીટી વગાડીને બોલાવે છે. જુઓ, તે સત્વરે અને ઝટપટ આવે છે!


“એફ્રાઈમ યહૂદિયાથી વિખૂટો પડયો ત્યાર પછી ક્યારેય આવ્યા ન હોય એવા વિકટ દિવસો પ્રભુ તારા પર, તારી પ્રજા પર અને તારા રાજવી કુટુંબ પર લાવશે. એટલે કે તે આશ્શૂરના રાજાને બોલાવી લાવશે.


હું મારા લોકોને બોલાવીને એકત્ર કરીશ. હું તેમને છોડાવીશ અને અગાઉ હતા તેમ તેમને અસંખ્ય બનાવીશ.


ત્યારે તે પહાડી પ્રદેશમાં વસનાર અમોરી લોકો તમારી સામે લડવા નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારો પીછો કર્યો અને સેઈરના પહાડી પ્રદેશમાં આવેલા હોર્મા સુધી તમારો સંહાર કર્યો.


જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે.


તમારા ઈશ્વર પ્રભુ ભમરી મોકલીને જેઓ તમારાથી સંતાઈને બચી ગયા હશે તેમનો પણ વિનાશ કરશે.


અમોરીઓના બે રાજાઓને મેં ભમરીઓ મોકલીને હાંકી કાઢયા હતા. એ કંઈ તમારી તલવારો કે ધનુષ્યથી થયું નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan