Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 7:13 - પવિત્ર બાઇબલ C.L.

13 યશાયાએ જવાબ આપ્યો, “હે દાવિદના વંશજો, સાંભળો! તમે માણસની ધીરજ ખૂટી જાય એવું કરો છો એ બસ નથી કે હવે તમે ઈશ્વરની પણ ધીરજ ખૂટી જાય તેમ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પછી યશાયાએ કહ્યું, “હે દાઉદના વંશજો, સાંભળજો. માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે, તમે મારા ઈશ્વરને પણ કાયર કરવા માગો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ત્યારે યશાયાએ જવાબ આપ્યો, “સાંભળ, દાઉદના વંશજ. તું માણસોને વાજ આણીને ધરાયો નથી? તારે મારા દેવને પણ વાજ આણવો છે?”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 7:13
27 Iomraidhean Croise  

ત્યારે લેઆહે તેને કહ્યું, “તેં મારો પતિ લઈ લીધો છે એ કંઈ ઓછું છે કે મારા દીકરાએ લાવેલાં ભોરીંગડાં પણ તારે લઈ લેવાં છે?” રાહેલે કહ્યું, “તો તારા દીકરાના ભોરીંગડાંના બદલામાં આજે મારા પતિ તારી સાથે સૂઈ જશે.”


પણ પ્રભુ દાવિદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા. કારણ, તેમણે દાવિદ સાથે કરાર કર્યો હતો કે, “હું તારા વંશમાં રાજવારસરૂપી દીવો સતત સળગતો રાખીશ.”


હે રાજન, તમારાં તીક્ષ્ણ બાણ શત્રુઓનાં દયને વીંધે છે; પ્રજાઓ તમારી શરણાગતિ સ્વીકારે છે.


તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વો અને પવિત્ર દિવસોને હું ધિક્કારું છું. મને એ બોજારૂપ થઈ પડયાં છે, અને તેમને સહીસહીને હું થાકી ગયો છું.


એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ.


હું તેને દાવિદવંશી રાજકુટુંબના કારભારની પૂરી જવાબદારી સોંપી દઈશ. તેની પાસે તેના કારભારની ચાવી રહેશે; તે ઉઘાડશે તો કોઈ તેને બંધ કરી શકશે નહિ અને તે બંધ કરશે તો કોઈ ઉઘાડી શકશે નહિ.


હે પ્રભુ, તમે મારા ઈશ્વર છો; હું તમને માન આપીશ અને તમારા નામની સ્તુતિ કરીશ. તમે અદ્‍ભુત કાર્યો કર્યાં છે અને તમારી પ્રાચીન યોજનાઓ તમે વિશ્વાસુપણે સાચેસાચ પાર પાડી છે.


તેં પૈસા ખર્ચીને મારે માટે ધૂપ વેચાતું લીધું નથી અને તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી. એને બદલે, તેં તો તારા પાપનો બોજ મારા પર મૂક્યો છે અને તારા અન્યાયોથી મને ત્રાસ પમાડયો છે.


તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા.


આહાઝે જવાબ આપ્યો, “હું નિશાની માગીશ નહિ. મારે પ્રભુની ક્સોટી કરવી નથી.”


યહૂદિયાના દાવિદવંશી રાજાને સંદેશો મળ્યો કે અરામનું સૈન્ય એફ્રાઈમના સૈન્ય સાથે મળીને તેમના પર ચડી આવ્યું છે, ત્યારે તે તથા તેના લોકો પવનથી કંપતા વૃક્ષની જેમ ભયથી થરથરવા લાગ્યા.


“પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


તેથી પ્રભુ, હું તમારા કોપથી ભરપૂર છું અને એને શમાવી રાખીને હું ત્રાસી ગયો છું.” પછી પ્રભુએ મને કહ્યું, “તો પછી મારો કોપ શેરીમાં રમતાં બાળકો પર અને યુવાનોનાં ટોળાંઓ પર ઉતાર. પતિપત્ની, અબાલવૃદ્ધ સૌ તેનો ભોગ બનશે.


“પછી તેં મારાથી તને જન્મેલાં પુત્રપુત્રીઓને એ મૂર્તિઓ સમક્ષ બલિ તરીકે ચડાવ્યાં. તેં વ્યભિચાર કર્યો એટલું ઓછું હતું,


તેમને માર્ગે ચાલીને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરવાનું તું ચૂકી નથી. બલ્કે, થોડા જ સમયમાં તું તારાં સર્વ આચરણમાં તેમના કરતાં પણ વધુ ભ્રષ્ટ બની.


તમારામાંના કેટલાંક સારો સારો ચારો ચરી જાઓ છો. અને એટલું પૂરતું ન હોય તેમ બાકીનો ભાગ પગ નીચે ખૂંદી નાખો છો! વળી, સ્વચ્છ પાણી પીધા પછી તમે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો!


તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે.


તેથી સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર કહે છે: “તો હવે તમે એ સાંભળીને યાકોબના વંશજોને ચેતવો.


તમે તમારી વાતોથી પ્રભુને થકવી નાખ્યા છે. છતાં તમે પૂછો છો, “અમે તેમને કેવી રીતે થકવી નાખ્યા છે? ‘સર્વસમર્થ પ્રભુ સઘળા દુષ્ટોને સારા ગણે છે અને તેમના પર પ્રસન્‍ન રહે છે’ અથવા ‘ન્યાયી ગણાતો ઈશ્વર ક્યાં છે?’ એવું કહીને તમે તેમ કર્યું છે.


તું અમને દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાંથી આ રણપ્રદેશમાં મરવા માટે લઈ આવ્યો છે એટલું બસ નથી કે તું પાછો અમારા પર સત્તા ચલાવવા માગે છે?


એ વાત નાનીસૂની છે કે ઇઝરાયલના ઈશ્વરે તેમની સમીપ જઈને મુલાકાતમંડપમાં તેમની સેવા કરવા અને સમાજ વતી ધાર્મિક વિધિઓ કરવા માટે ઇઝરાયલના સમાજમાંથી તમને અલગ કર્યા છે,


તેમણે આપણે માટે સમર્થ ઉદ્ધારક ઊભો કર્યો છે; તે તો તેમના સેવક દાવિદના વંશજ છે.


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


તે કારણથી મેં એ લોકો વિરુદ્ધ ગુસ્સે થઈને કહ્યું, ‘તેઓ હંમેશાં બેવફા નીવડયા છે, અને મારી આજ્ઞાઓ પાળવાનો ઇનકાર કરે છે.’


Lean sinn:

Sanasan


Sanasan