Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 66:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેઓ ત્યાંથી પાછા વળશે ત્યારે મારી વિરુદ્ધ બળવો કરનારાઓનાં શબ પડેલાં જોશે. તેમનો કીડો કદી મરશે નહિ અને તેમને સળગાવતો અગ્નિ કદી હોલવાશે નહિ. એ દશ્ય આખી માનવજાત માટે ઘૃણાજનક થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં જોશે, કેમ કે તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્નિ હોલવાશે નહિ; અને તેઓ સર્વ માનસજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓ બહાર આવીને જે માણસોએ મારી સામે બળવો કર્યો હતો, તેઓના મૃતદેહ જોશે, કેમ કે તેઓને ખાનાર કીડા મરનાર નથી અને તેઓનો બાળનાર અગ્નિ હોલવાશે નહિ; અને તે સર્વ માનવજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “અને તેઓ બહાર જશે ત્યારે મારી સામે બળવો કરનારાંના મુડદાં તેઓ જોશે; કારણ કે તેઓનો કીડો કદી મરનાર નથી; તેઓનો અગ્નિ ઓલવાશે નહિ; અને તેઓ સમગ્ર માણસજાતને ધિક્કારપાત્ર થઇ પડશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 66:24
24 Iomraidhean Croise  

તે દેશો પર ન્યાયશાસન લાવે ત્યારે રણક્ષેત્ર મૃતદેહોથી ઊભરાઈ જશે; અને ધરતીના વિશાળ ક્ષેત્રમાં સેનાપતિઓના પણ ભૂક્કા બોલાવશે.


પણ પ્રભુ વિરુદ્ધ પાપ કરનારાઓ અને બળવો પોકારનારાઓનો તો તે વિનાશ કરશે, અને તેમનો નકાર કરનાર પ્રત્યેક માર્યો જશે.


બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


વીણાના સંગીત સહિતનો તારો સર્વ વૈભવ વિલાઈ ગયો છે અને તને મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેવામાં આવ્યો છે. તું અળસિયાંની પથારી પર પડયો છે અને તેં કીડાઓનો કામળો ઓઢયો છે.’ ”


પૃથ્વી દારૂડિયાની જેમ લથડિયાં ખાશે અને ઝૂંપડીની પેઠે ઝોલાં ખાશે. પોતાના પાપના ભારને કારણે પૃથ્વીનું પતન થશે અને ફરી કદી ઊઠવા પામશે નહિ.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


તે રાતદિવસ બળ્યા જ કરશે અને તેનો ધૂમાડો સતત ઉપર ચડયા કરશે. દેશ કાયમને માટે વેરાન થશે અને કોઈ તેમાં થઈને મુસાફરી કરશે નહિ.


તેમના ક્તલ થઈ ગયેલાઓને ફેંકી દેવાશે અને તેમનાં શબ સડીને દુર્ગંધ મારશે. તેમના લોહીથી પર્વતો તરબોળ થઈ જશે.


પ્રભુ કહે છે, “દુષ્ટોને શાંતિ નથી.”


પ્રભુ પોતાના લોક પર રોષે ભરાયા છે અને તેમણે તેમને સજા કરવાને પોતાનો હાથ ઉગામ્યો છે. પર્વતો ધ્રૂજી ઊઠશે અને મરેલાંઓનાં શબ કચરાની માફક રસ્તે રઝળશે. છતાં પ્રભુનો રોષ શમી જશે નહિ, પણ સજા કરવાને તેમનો હાથ હજી ઉગામેલો રહેશે.


કીડો કપડાંને અને કંસારી ઊનને કાતરી ખાય તેમ તેઓ ક્ષીણ થઈ જશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે, અને મારો વિજય હરહંમેશ ટકી રહેશે.”


મારા પસંદ કરેલા લોકમાં તમારું નામ માત્ર શાપ દેવા પૂરતું રહી જશે. હું પ્રભુ પરમેશ્વર તમારો સંહાર કરીશ. પણ મારા સેવકોને તો હું નવું જ નામ આપીશ.


તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરનાર સર્વ પ્રજાઓ પર પ્રભુ ભયંકર રોગચાળો મોકલશે. તેમના જીવતાજીવ તેમનું માંસ સડી જશે. તેમની આંખો અને જીભ સડી જશે.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


Lean sinn:

Sanasan


Sanasan