Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 66:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પ્રત્યેક ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને પ્રત્યેક સાબ્બાથને દિવસે સર્વ પ્રજાઓના લોક મારી સમક્ષ આવીને નમીને પ્રણામ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 “એક મહિનાથી બીજા સુધી અને એક વિશ્રામવારથી બીજા વિશ્રામવાર સુધી, સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે,” એવું યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 વળી યહોવા કહે છે કે, દર મહિને ચદ્રદર્શનને દિવસે અને દર અઠવાડિયે વિશ્રામવારને દિવસે આખી માનવજાત મારી આગળ ઉપાસના કરવા આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 66:23
25 Iomraidhean Croise  

તેના પતિએ પૂછયું, “તેમની પાસે આજે જવાની શી જરૂર છે. આજે તો ચાંદ્રમાસના પ્રથમ દિવસનું પર્વ કે સાબ્બાથ પણ નથી.” તેણે કહ્યું, “કંઈ વાંધો નહિ.”


કારણ કે રાજ્ય પ્રભુનું છે; તે જ બધી પ્રજાઓ પર શાસન કરે છે.


હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે.


અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો.


હે પ્રભુ, તમે સર્વ પ્રજાઓ સર્જી છે; તેઓ તમારી સમક્ષ આવીને પ્રણામ કરશે, અને તમારા નામનો મહિમા ગાશે.


પ્રભુ પોતાને ઇજિપ્તના લોકો સમક્ષ પ્રગટ કરશે અને તેઓ તેમનો સ્વીકાર કરીને તેમનું ભજન કરશે અને તેમને ચડાવવા માટે બલિદાનો અને ધાન્યાર્પણો લાવશે. તેઓ પ્રભુને નામે માનતાઓ લેશે અને તેમને પૂરી કરશે.


એ સમયે ઇજિપ્ત અને આશ્શૂર વચ્ચે રાજમાર્ગ થશે. એ બન્‍ને દેશના લોકો એકબીજાના દેશમાં આવજા કરશે અને તેઓ સાથે મળીને પ્રભુની ઉપાસના કરશે.


આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે.


તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે.


જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: ઇઝરાયલ દેશમાં ઇઝરાયલી કોમના સર્વ લોકો, ઇઝરાયલના ઊંચા પર્વત, એટલે, મારા પવિત્ર પર્વત પર મારી આરાધના કરશે. ત્યાં હું તમારા પર પ્રસન્‍ન થઇશ અને તમારી પાસે સર્વ પ્રકારનાં બલિદાનો, તમારાં સર્વોત્તમ અર્પણો અને તમારી પવિત્ર ભેટો માગીશ.


રાજર્ક્તાએ નિયત પર્વો એટલે સાબ્બાથે, ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને અન્ય સર્વ તહેવારોએ દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ પૂરાં પાડવાં. તેણે ઇઝરાયલીઓનાં પાપના પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ, ધાન્ય અર્પણ અને સંગતબલિ પૂરાં પાડવાં.”


પ્રભુ પરમેશ્વર કહે છે: “અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો સપ્તાહના કામ કરવાના છ દિવસો બંધ રહે પણ સાબ્બાથદિને અને ચાંદ્રમાસના પ્રથમ દિવસે તેને ઉઘાડો રાખવો.


તેણે ચાંદ્રમાસને પ્રથમ દિવસે એક જુવાન આખલો, છ હલવાન અને એક ઘેટો ચડાવવાં. તે બધાં ખોડખાંપણ વગરના હોવાં જોઈએ.


યહૂદિયાના પુરુષો યરુશાલેમનું રક્ષણ કરવા ઝઝૂમશે. તેઓ મોટા પ્રમાણમાં સોનુંરૂપું અને વસ્ત્રો વિગેરે સર્વ સંપત્તિ પ્રજાઓ પાસેથી લૂંટી લેશે.


પછી તો યરુશાલેમ પર આક્રમણ કરનારી પ્રજાઓમાંથી જેઓ બચી ગયા તેઓ દર વર્ષે સર્વસમર્થ યાહવેનું રાજા તરીકે ભજન કરવા અને માંડવાપર્વ ઉજવવા યરુશાલેમ જશે.


ઇજિપ્તવાસીઓ માંડવાપર્વ ઉજવવાની ના પાડે તો એમ કરવાની ના પાડનાર અન્ય સર્વ પ્રજાઓના ઉપર મોકલાયેલા રોગ જેવો રોગ ઇજિપ્ત પર આવશે.


માંડવાપર્વ નહિ ઉજવવા માટે ઇજિપ્ત અને અન્ય સર્વ દેશોને એવી શિક્ષા થશે.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભજનિકો પવિત્ર આત્માથી પ્રેરાઈને ઈશ્વરપિતાની સચ્ચાઈપૂર્વક ભક્તિ કરશે. ઈશ્વરપિતા એવા જ ભાવિકોની ઝંખના રાખે છે.


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan