Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 66:22 - પવિત્ર બાઇબલ C.L.

22 વળી, પ્રભુ કહે છે, “જેમ નવાં આકાશ અને નવી પૃથ્વી મારી સમક્ષ ટકી રહેશે તેમ તમારા વંશજો અને તમારું નામ હમેશાં ટકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, તેમ તમારાં સંતાન તથા તમારાં નામ કાયમ રહેશે, ” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી સમક્ષ રહેશે” એમ યહોવાહ કહે છે, “તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “હું જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી નજર સમક્ષ કાયમ રહેશે, તેમ તમારા વંશજો અને તમારું નામ પણ કાયમ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 66:22
19 Iomraidhean Croise  

વળી, તારા વંશજો રેતીના રજકણો જેટલા થાત અને મારી આગળથી તેમનું નામ નાબૂદ થઈ જાત નહિ કે લોપ થઈ જાત નહિ.”


મેં જ આકાશો સ્થાપ્યાં છે અને પૃથ્વીનો પાયો પણ મેં જ નાખ્યો છે. હું સિયોનને કહું છું: તમે મારા લોક છો. મેં મારો સંદેશ તમારા મુખમાં મૂક્યો છે અને મારા હાથની છાયાનું તમારા પર આચ્છાદન કર્યું છે.”


છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.


તેમને તો હું પુત્રપુત્રીઓ દ્વારા ચાલુ રહેતાં નામ અને સ્મારક કરતાં વધારે સારું નામ અને સારું સ્મારક મારા મંદિરમાં તથા કોટની દીવાલની અંદર શહેરમાં આપીશ.”


તે કહે છે, “તો મેં તમને આપેલો આત્મા અને તમારા મુખમાં મૂકેલાં મારાં વચનો તમારાં, તમારાં સંતાનોનાં કે તેમના વંશજોની સાથે સદા રહેશે; અને ક્યારેય જતાં રહેશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે.


પ્રભુ કહે છે, “હું ઇન્સાફને ચાહું છું અને જોરજુલમ તથા અન્યાયને ધિક્કારું છું. હું મારા લોકને અચૂક બદલો આપીશ અને તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ.


તેમના વંશજો પ્રજાઓમાં અને તેમનાં સંતાનો લોકોમાં ખ્યાતિ પામશે. એમને જોનાર સૌ કોઈ કહેશે કે ખરેખર આ તો પ્રભુથી આશિષ પામેલા લોક છે.”


“કારણ એ છે કે હું નવાં આકાશ અને નવી પૃથ્વી બનાવીશ. વીતી ગયેલા બનાવોનું સ્મરણ રહેશે નહિ કે મનમાં યે આવશે નહિ.


તેઓ ઘર બાંધે અને બીજા કોઈ રહેવા લાગે અથવા તેઓ દ્રાક્ષવાડી વાવે અને બીજા કોઈ દ્રાક્ષાસવ પી જાય એવું હવે હવે બનશે નહિ. મારા લોકનું આયુષ્ય વૃક્ષોની આવરદા જેટલું દીર્ઘ થશે. મારા પસંદ કરેલા લોક પોતાની મહેનતનું ફળ લાંબા સમય સુધી મેળવતા રહેશે.


તેઓ નિરર્થક શ્રમ નહિ કરે અને બાળકોને માત્ર આફતનો ભોગ બનવા જ જન્મ આપશે નહિ. કારણ, તેઓ અને તેમનાં સંતાનો તો મેં પ્રભુએ જેમને આશિષ આપી હોય એવા લોક બની રહેશે.


તો જ દાવિદના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ વંશજ ન હોવાથી દાવિદની સાથેનો મારો કરાર તૂટે અને લેવીવંશ મારી સર્વદા સેવા કરશે તે અંગેનો મારો કરાર તૂટે.


એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


છતાં આપણે તો ઈશ્વરે આપેલા વચન પ્રમાણે નવું આકાશ અને જેમાં ન્યાયીપણાનો વાસ છે તે નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ.


પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયાં. પહેલાનું આકાશ અને પહેલાંની પૃથ્વી અદૃશ્ય થઈ ગયાં હતાં અને સમુદ્ર તો હવે છે જ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan