Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ કબરોમાં સાધના માટે આસન જમાવે છે અને ગુપ્ત સ્થાનોમાં આખી રાત ધ્યાન ધરે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે અને પારકા દેવોને ચડાવેલ બલિના માંસનો સેરવો પીએ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓ કબરોમાં રહે છે, ને ભોંયરામાં રાતવાસો રહે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે, ને ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓનાં પાત્રોમાં હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ રાત્રે કબરોમાં બેસી રહીને રાતવાસો કરે છે તેઓ ભૂંડનું માંસ ખાય છે તેની સાથે ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓના પાત્રોમાં હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને રાત્રે તેઓ કબ્રસ્તાનમાં અને ગુફાઓમાં જાય છે; તેઓ ડુક્કરનું માંસ ખાય છે અને તેમના પાત્રો અશુદ્ધ પ્રાણીઓમાંથી બનેલા રસાથી ભરેલા હોય છે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:4
16 Iomraidhean Croise  

“દર વરસે તમારી કાપણીનું પ્રથમ ફળ તમારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવો. “ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફશો નહિ.


“દર વરસે તારે તારી કાપણીનું પ્રથમ ફળ તારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવવું. “તારે ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફવું નહિ.”


પ્રભુ કહે છે, “પોતાને પવિત્ર અને શુદ્ધ કરીને પારકા દેવના સરઘસમાં જોડાઈને જેઓ પવિત્ર બગીચાઓમાં જાય છે; જેઓ ભૂંડ, ઊંદર અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાય છે તેઓ સૌનો એક સાથે અંત આવી લાગ્યો છે. તેમનાં કાર્યો અને કલ્પનાઓ હું જાણું છું.


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.”


ભૂંડ ખાવું નહિ; કારણ, તેની ખરી ને પગ ફાટેલાં છે, પણ તે વાગોળતું નથી; તે અશુદ્ધ છે.


તે પછી તેઓ રક્તમિશ્રિત માંસ કે અન્ય મના કરેલો ખોરાક ખાશે નહિ. બચી ગયેલા સૌ કોઈ મારા લોકના ભાગરૂપ અને જાણે યહૂદિયાના કુળના કોઈ ગોત્રના હોય એવા બની જશે. યબૂસીઓની માફક એક્રોન પણ મારા લોકનો ભાગ બની રહેશે.


“જે કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


ઈસુ ાડરેનેસના દેશમાં આવ્યા. આ દેશ સરોવરને સામે કિનારે આવેલો છે. ત્યાં કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી બે માણસો નીકળી આવ્યા. તેમને ઈસુનો ભેટો થઈ ગયો. આ બંનેને અશુદ્ધ આત્મા વળગેલા હતા અને તેમની એવી ધાક હતી કે કોઈ તે માર્ગે મુસાફરી કરવાની હિંમત કરતું નહિ.


ઈસુ કિનારે ઊતર્યા કે તેમને દુષ્ટાત્માઓ વળગેલો નગરનો એક માણસ મળ્યો. લાંબા સમયથી તે કપડાં પહેરતો ન હતો અને ઘરમાં રહેતો ન હતો, પણ દફનાવવાની ગુફાઓમાં પડયો રહેતો.


“કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીનું મુડદાલ માંસ તમારે ખાવું નહિ. તમારી વચમાં વસતા પરદેશીને તમે તે ખાવા આપી શકો છો અથવા બીજા પરદેશીઓને તે મુડદાલ વેચી શકો છો પરંતુ તમારે તે ખાવું નહિ; કારણ, તમે તો તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો. “બકરીના કે ઘેટાના બચ્ચાને તેની માના દૂધમાં તમે બાફશો નહિ.


“પ્રભુએ અશુધ ઠરાવેલી કોઈ ચીજ તમારે ખાવી નહિ.


તમારે ડુક્કરનું માંસ પણ ખાવું નહિ. કારણ, તેમની ખરી ફાટેલી છે ખરી, પણ તે વાગોળનાર પ્રાણી નથી તેથી તે તમારે માટે અશુધ છે. આ પ્રાણીઓનું માંસ તમારે ખાવું નહિ કે તેમનાં મુડદાંનો તમારે સ્પર્શ કરવો નહિ.


તમારામાંથી કોઈ જોષ જોનાર, શુકન જોનાર, ધંતરમંતર કરનાર, જાદુ કરનાર, મોહિની લગાડનાર, ભૂતપ્રેતની સાધના કરનાર કે મૃતાત્માઓનો સંપર્ક સાધનાર હોવો જોઈએ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan