Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓ હાંક મારે, તે અગાઉ હું તેઓને ઉત્તર આપીશ; અને હજુ તેઓ બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 તેઓ મને પોકારે તે પહેલાં જ હું જવાબ આપીશ, તેઓ બોલે ના બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:24
19 Iomraidhean Croise  

હજી તો તે બોલતો હતો એવામાં રિબકા ખભે ગાગર મૂકીને આવી પહોંચી. તે અબ્રાહામના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી હતી.


પછી યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલ્યો કે રાજાની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં


પછી મેં તમારી આગળ મારાં પાપની કબૂલાત કરી, અને મેં મારો દોષ છુપાવ્યો નહિ; કારણ તમારી આગળ મેં મારા અપરાધનો એકરાર કરવાનો નિર્ધાર કર્યો હતો; તેથી તમે મારાં પાપનો દોષ માફ કર્યો. (સેલાહ)


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


હે યરુશાલેમમાં વસતા સિયોનના લોકો, તમારે ફરીથી રડવું પડશે નહિ. તમે મદદને માટે ઈશ્વરને પોકાર કરશો એટલે તે તમારા પર દયા દાખવશે. તમારું સાંભળીને તે તમને તરત જ જવાબ આપશે.


જ્યારે મારા દીનદુ:ખિયા લોકોને પાણીની શોધ કર્યા છતાં ક્યાંયે ન મળતાં તેમની જીભ તરસને લીધે સુકાઈ જાય ત્યારે હું તેમની પ્રાર્થનાનો જવાબ આપીશ. હું ઇઝરાયલનો ઈશ્વર તેમને ત્યજી દઈશ નહિ.


પ્રભુ મળે તેમ છે ત્યાં સુધી તેમને પ્રાપ્ત કરી લો; તે પાસે છે તેટલામાં તેમને હાંક મારો.


તું મદદને માટે હાંક મારશે ત્યારે હું પ્રભુ તને જવાબ આપીશ. જ્યારે તું મને બોલાવશે ત્યારે હું હાજર હોઈશ. જો તું જુલમની ઝૂંસરી દૂર કરે, આંગળી બતાવી ધમકી દેવાનું બંધ કરે અને ભૂંડું બોલવાથી દૂર રહે;


સાચે જ પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી લેવાને પહોંચી ન શકે; અને તેમના કાન એવા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ન શકે.


ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


તેથી હું તમને કહું છું: જ્યારે તમે પ્રાર્થનામાં કંઈક માગો તો તમને તે મળી ચૂકાયું છે એવો વિશ્વાસ રાખો; એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે.


તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે તેઓ મળ્યા હતા તે ઘર હાલી ઊઠયું. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશ હિંમતથી બોલવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan