Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તેઓ નિરર્થક શ્રમ નહિ કરે અને બાળકોને માત્ર આફતનો ભોગ બનવા જ જન્મ આપશે નહિ. કારણ, તેઓ અને તેમનાં સંતાનો તો મેં પ્રભુએ જેમને આશિષ આપી હોય એવા લોક બની રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા માટે પ્રજા સહિત તેઓ યહોવાના આશીર્વાદિતોનાં સંતાન છે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓ નકામી મહેનત કરશે નહિ, કે નિરાશાને જન્મ આપશે નહિ. કેમ કે તેઓનાં સંતાનો અને તેઓની સાથે તેઓના વંશજો, યહોવાહ દ્વારા આશીર્વાદ પામેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેઓની મહેનત વ્યર્થ નહિ જાય, અને તેમણે ઉછેરેલા બાળકો આફતનો ભોગ નહિ બને, કારણ, હું યહોવા, તેમને અને તેમના સંતાનોને આશીર્વાદ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:23
28 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.


તેમનાં સંતાન તેમની હયાતીમાં જ પગભર થાય છે અને તેમના વંશજો તેમની નજર સામે જ સમૃદ્ધ બને છે.


કારણ, હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર વરસાદ વરસાવીશ. હું તારાં સંતાન પર મારો આત્મા રેડીશ અને તારા વંશજો પર આશિષની વૃષ્ટિ કરીશ.


મેં મારી શક્તિ વ્યર્થ અને નકામી ખરચી નાખી છે. તેમ છતાં પ્રભુ તરફથી મને મારું વળતર મળી રહેશે. તે મને મારા કાર્યનો બદલો આપશે.”


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


તેમના વંશજો પ્રજાઓમાં અને તેમનાં સંતાનો લોકોમાં ખ્યાતિ પામશે. એમને જોનાર સૌ કોઈ કહેશે કે ખરેખર આ તો પ્રભુથી આશિષ પામેલા લોક છે.”


વળી, પ્રભુ કહે છે, “જેમ નવાં આકાશ અને નવી પૃથ્વી મારી સમક્ષ ટકી રહેશે તેમ તમારા વંશજો અને તમારું નામ હમેશાં ટકશે.


હું તમને તમારી બધી મલિનતાઓમાંથી મુક્ત કરીશ. હું અનાજને આજ્ઞા કરીને તેને વધારીશ. તેથી તમારે ત્યાં કદી દુકાળ પડશે નહિ.


તમારો કઠોર પરિશ્રમ નકામો જશે. કાચી જમીનમાંથી કશું પાકશે નહિ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.


હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે.


તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો.


તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે.


વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


કારણ, ઈશ્વરનું વરદાન તમારે માટે, તમારાં બાળકો માટે, અને જેઓ દૂર છે, કે જેમને આપણા ઈશ્વરપિતા પોતાની તરફ બોલાવશે તે બધાંને માટે છે.”


ઈશ્વરનું વચન વિશ્વાસને આધારે આવ્યું હોવાથી જેઓ નિયમનું પાલન કરે છે તેમને જ નહિ, પણ જેઓ અબ્રાહામના જેવો વિશ્વાસ રાખે છે તેવા અબ્રાહામના બધા જ વંશજોને ઈશ્વરની અમૂલ્ય કૃપા દ્વારા ઈશ્વરનું વચન મળ્યું.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


જો તમે ખ્રિસ્તના છો, તો તમે અબ્રાહામના વંશજ પણ છો, અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે વારસો પણ પ્રાપ્ત કરશો.


Lean sinn:

Sanasan


Sanasan