Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તેઓ ઘર બાંધે અને બીજા કોઈ રહેવા લાગે અથવા તેઓ દ્રાક્ષવાડી વાવે અને બીજા કોઈ દ્રાક્ષાસવ પી જાય એવું હવે હવે બનશે નહિ. મારા લોકનું આયુષ્ય વૃક્ષોની આવરદા જેટલું દીર્ઘ થશે. મારા પસંદ કરેલા લોક પોતાની મહેનતનું ફળ લાંબા સમય સુધી મેળવતા રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમ કે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ, કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 કોઇ ઘર બાંધે ને કોઇ વસે, કોઇ વાડી રોપે ને કોઇ ખાય એવું નહિ બને. વૃક્ષની જેમ મારા લોકો લાંબું જીવશે. મારા અપનાવેલા લોકો પોતાના પરિશ્રમના ફળ ભોગવવા પામશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:22
12 Iomraidhean Croise  

મથૂશેલા 969 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.


આદમ 930 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.


તેમણે તમારી પાસે જીવતદાન માગ્યું અને તમે તે આપ્યું; એથી વિશેષ, દીર્ઘકાળ ટકે એવું ભરપૂર જીવન બક્ષ્યું.


હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.”


પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,


તેં મહેનત કરીને બનાવેલો દ્રાક્ષાસવ પરદેશીઓ પી જશે નહિ; તારા લણેલા પાકમાંથી તું જ ખાઈશ અને પ્રભુની સ્તુતિ કરીશ. મારા મંદિરના પ્રાંગણમાં તમે તમારી વીણેલી દ્રાક્ષોનો દ્રાક્ષાસવ પીશો.


મારા પસંદ કરેલા લોકમાં તમારું નામ માત્ર શાપ દેવા પૂરતું રહી જશે. હું પ્રભુ પરમેશ્વર તમારો સંહાર કરીશ. પણ મારા સેવકોને તો હું નવું જ નામ આપીશ.


હું યાકોબમાંથી સંતાનો અને યહૂદાના કુળમાંથી વારસદારો ઊભા કરીશ. મારા પસંદ કરેલા લોક તેમનું વતન પામશે અને મારા સેવકો ત્યાં રહેશે.


વળી, પ્રભુ કહે છે, “જેમ નવાં આકાશ અને નવી પૃથ્વી મારી સમક્ષ ટકી રહેશે તેમ તમારા વંશજો અને તમારું નામ હમેશાં ટકશે.


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan