Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તમે તલવારના ભોગ થઈ પડો એવું મેં નિર્માણ કર્યું છે. કારણ, મેં તમને બોલાવ્યા ત્યારે તમે મને જવાબ આપ્યો નહિ; હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ. તમે મારી દષ્ટિમાં ભૂંડા ગણાતાં કાર્યો કર્યાં અને હું નારાજ થાઉં એવી બાબતો પસંદ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તમને હું તરવારને માટે નિર્માણ કરીશ, ને તમારે સૌએ સંહારને શરણ થવું પડશે; કેમ કે મેં હાંક મારી, ને તમે ઉત્તર આપ્યો નહિ; હું બોલ્યો, ને તમે સાંભળ્યું નહિ; પણ મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે તમે કર્યું, ને જે હું ચાહતો ન હોતો તે તમે પસંદ કર્યું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓને એટલે તમને તલવારને માટે હું નિર્માણ કરીશ અને તમે સર્વ સંહારની આગળ ઘૂંટણે પડશો, કારણ કે જ્યારે મેં તમને હાંક મારી ત્યારે તમે ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ; પણ તેને બદલે, મારી દૃષ્ટિમાં જે ખરાબ હતું તે તમે કર્યું અને હું જે ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેથી તમને તો હું તરવારને ઘાટ ઉતારીશ. તમારા બધાની હત્યા કરવામાં આવશે, કારણ, મેં તમને બોલાવ્યા પણ તમે જવાબ ન આપ્યો; હું બોલ્યો, પણ તમે કાને ન ધર્યું. મારી નજરમાં જે ખોટું હતું તે તમે કર્યું અને મને જે પસંદ નહોતું તે તમે પસંદ કર્યું.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:12
34 Iomraidhean Croise  

સ્નાન કરો અને શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી નજર આગળથી દૂર કરો. દુરાચાર બંધ કરો,


પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે.


તમારા પુરુષો તલવારની ધારે માર્યા જશે, અને તમારા યોદ્ધાઓ યુદ્ધમાં ખપી જશે.


પ્રભુ બધી પ્રજાઓ પર રોષે ભરાયા છે અને તેમનાં લશ્કરો પર કોપાયમાન છે. તેમણે તેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે અને તેમને સંહારને સ્વાધીન કર્યા છે.


પ્રભુએ આકાશમાં પોતાની તલવારને બરાબર પાણી ચડાવીને તૈયાર કરી છે. હવે નાશને માટે નિર્ધારિત અદોમના લોકો પર તે કેવી વીંઝાય છે તે જોજો.


પ્રભુની તલવાર જાણે કે હલવાન અને બકરાના લોહીમાં તરબોળ થઈ છે અને તેના પર જાણે કે મૂત્રપિંડની ચરબી જામી છે. કારણ, પ્રભુએ બોસ્રાહમાં મોટો યજ્ઞ કર્યો છે અને અદોમમાં તેમણે લોકની ભારે ક્તલ ચલાવી છે.


મેં જ્યારે દેવો તરફ જોયું તો કોઈ સલાહ દેનાર દેખાયો નહિ, અને મેં પૂછેલા પ્રશ્ર્નોનો કોઈએ જવાબ આપ્યો નહિ.


“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.


સત્યના સદંતર અભાવે દુરાચારથી દૂર રહેનારાઓ પોતે જ શિકાર બની જાય છે. પ્રભુએ જોયું કે ઇન્સાફનો અભાવ છે અને એ જોઈને તે નારાજ થયા.


મેં મારા ક્રોધમાં બધા લોકોને કચડી નાખ્યા અને તેમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા. મેં તેમનું રક્ત જમીન પર રેડી દીધું.”


તેઓ પવિત્ર વાટિકાઓમાં બલિદાનો ચડાવીને અને ઈંટોની વેદીઓ ઉપર ધૂપ બાળીને મને સામે મોંએ છંછેડે છે.


તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે.


કેમકે તેમનાં બધાં કાર્યો પર મારી નજર છે અને તેઓ મારાથી છુપાયેલાં નથી કે તેમનો દોષ મારી નજર બહાર નથી.


તેથી હવે તેમના પુત્રોને ભૂખમરાથી મરવા દો, તેમને તલવારથી ક્તલ થવા ફંગોળી દો, તેમની પત્ની સંતાનહીન અને વિધવા બનવા દો, તેમના પુરુષોને રોગચાળાનો ભોગ થવા દો, અને તેમના યુવાનોને યુદ્ધમાં તલવારથી માર્યા જવા દો.


તેથી પ્રભુ તમને આ પ્રમાણે કહે છે: “તમે મને આધીન થયા નથી અને તમારી જાતના ગુલામ ભાઈબહેનોને તથા અન્ય ગુલામોને ગુલામીમાંથી સ્વતંત્રતા આપી નથી તો હું પણ તમને યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી મરવા માટે સ્વતંત્રતા આપું છું! હું તમારી એવી દશા કરીશ કે તમને જોઈને પૃથ્વીના બધા દેશોમાં હાહાકાર મચી જશે.


તેથી હવે હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહું છું કે હું યહૂદિયા અને યરુશાલેમના બધા લોકો પર મારી ચેતવણી અનુસાર બધી આફતો લાવીશ; કારણ, મેં તેમને કહ્યા કર્યું પણ તેમણે સાંભળ્યું નથી અને મેં તેમને બોલાવ્યા ત્યારે તેમણે ઉત્તર આપ્યો નથી.”


છતાં તમે તમારાં દુષ્કૃત્યો ચાલુ રાખ્યાં છે અને હું તો તમને વારંવાર આગ્રહથી ચેતવતો રહ્યો છું, પણ તમે મારી વાણી સાંભળી નથી; મેં બોલાવ્યા ત્યારે તમે ઉત્તર આપ્યો નથી.


“તેથી યર્મિયા, તું આ બધી વાતો મારા લોકને કહીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ; તું તેમને બોલાવીશ, પણ તેઓ તને ઉત્તર આપશે નહિ.


તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.


મને આધીન ન થનાર બધી પ્રજાઓ પર હું મારા ક્રોધમાં વૈર વાળીશ.


યરુશાલેમ સમૃદ્ધ અને વસ્તીવાળું હતું અને જ્યારે માત્ર આજુબાજુનાં પરાંમાં જ નહિ, પણ શહેરના દક્ષિણ ભાગમાં અને પશ્ર્વિમની તળેટીઓમાં ઘણા લોકો વસતા હતા ત્યારે તે વખતના સંદેશવાહકો દ્વારા પણ પ્રભુએ એ જ કહ્યું હતું.


રાજાએ પોતાના નોકરોને આમંત્રિત મહેમાનોને બોલાવવા મોકલ્યા. પણ તેઓ આવવા માગતા નહોતા.


આથી રાજા ખૂબ જ ગુસ્સે થયો. તેણે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. સૈનિકોએ પેલા ખૂનીઓને મારી નાખ્યા અને તેમનું શહેર પણ બાળી નાખ્યું.


તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહિ.


ઘરબહાર તલવાર તેમનો સંહાર કરશે અને તેઓ આંતકથી ઘરમાં ફફડી મરશે. યુવાનો અને યુવતીઓ મૃત્યુ પામશે. શિશુઓ અને વૃધો પણ માર્યા જશે.


Lean sinn:

Sanasan


Sanasan