Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “જેઓ મારી પાસે પૂછપરછ કરવા નહોતા આવતા તેમને મળવાને હું ઉપલબ્ધ રહ્યો છું; જેઓ મને શોધતા નહોતા તેમને હું પ્રાપ્ત થવાને તત્પર રહ્યો છું. મારે નામે વિનંતી નહિ કરનાર પ્રજાને ‘હું આ રહ્યો, હું આ રહ્યો,’ એમ મેં કહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે. જેઓ મને શોધતા નહોતા તેઓને હું મળ્યો છું. જે પ્રજાએ મારું નામ લઈને [મારી વિનંતી] કરી નહોતી તેમને મેં કહ્યું, ‘હું આ રહ્યો, હું આ રહ્યો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો. જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, ‘હું આ રહ્યો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:1
20 Iomraidhean Croise  

તેમણે પાછા વળીને નજર કરી અને મને જોઈને બોલાવ્યો. મેં કહ્યું, ‘જી’.


પૃથ્વીની સર્વ સીમાના લોકો પ્રભુને સંભારીને તેમની તરફ ફરશે; અન્ય સર્વ દેશોની બધી પ્રજાઓ તેમની આરાધના કરશે.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!”


એ તો મેં પ્રભુએ સૌપ્રથમ સિયોનને શુભ સમાચાર જણાવ્યા છે. મેં યરુશાલેમમાં સંદેશક મોકલીને તેમને કહેવડાવ્યું છે, ‘અરે, આ રહ્યા તમારા લોક!’


પણ હવે હે યાકોબ, ઓ ઇઝરાયલ, તારા સર્જનહાર તથા તને ઘડનાર પ્રભુ આમ કહે છે; “તું બીશ નહિ; કારણ, મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે; તું મારો છે.


હે દુનિયાના છેડા સુધીના સૌ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો. કારણ, હું જ ઈશ્વર છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


જુઓ, જે પ્રજાઓ વિષે તમે જાણતા નથી તેમને તમે બોલાવશો; જે પ્રજાઓ તમને ઓળખતી નહોતી તેઓ તારી સાથે સંબંધ બાંધવાને દોડતી આવશે. હું તમારો ઈશ્વર પ્રભુ છું; ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું અને મેં તમને ગૌરવી બનાવ્યા છે તેને લીધે એમ થશે.”


પ્રાચીનકાળથી તમે જાણે અમારા પર રાજ કર્યું જ ન હોય અને અમે તમારે નામે જાણે ઓળખાતા જ ન હોય એવા અમે થયા છીએ.”


ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”


તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.


ઈસુએ તેને જોઈને બોલાવીને કહ્યું, “બહેન, તારી બીમારીમાંથી તું મુક્ત થઈ છે.”


બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે.


વળી, યશાયા વધુ હિંમત રાખીને કહે છે: “જેઓ મને શોધતા ન હતા, તેમને હું મળ્યો; જેઓ મારી પૂછપરછ કરતા ન હતા, તેમની સમક્ષ હું પ્રગટ થયો.”


તો આપણે શું કહીશું? એ જ કે જે બિનયહૂદીઓ પોતાને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવા પ્રયાસ કરતા નહોતા, તેમને વિશ્વાસ કરવા દ્વારા તેમની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા છે.


એક સમયે તમને ઈશ્વરની દયાનો અનુભવ થયો ન હતો, પણ હવે તમે તેમની દયા પ્રાપ્ત કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan