યશાયા 63:5 - પવિત્ર બાઇબલ C.L.5 મેં નજર ફેરવીને જોયું તો મને કોઈ સાથ આપે એવું નહોતું. મને કોઈ ટેકો આપનાર નથી એ જોઈને મને આશ્ર્વર્ય થયું. તેથી મેં મારા બાહુબળથી અને મારા શૌર્યથી મારે માટે વિજય હાંસલ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મેં જોયું, તો કોઈ સહાય કરનાર નહોતો, અને કોઈ ટેકો આપનાર નહોતો. એ જોઈને હું વિસ્મય પામ્યો:એટલે મારે માટે મારા પોતાના ભુજે તારણ કર્યું; અને મારા કોપે મને ટેકો આપ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મેં જોયું અને ત્યાં સહાય કરનાર કોઈ નહોતો. કોઈ મદદ કરનાર નહોતો એથી હું વિસ્મય પામ્યો, પણ મારો પોતાનો ભુજ મારા માટે વિજય લાવ્યો અને મારા કોપે મને ટેકો આપ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 મેં આજુબાજુ નજર નાખી પણ કોઇ મારી મદદે આવ્યું નહિ. મારી સાથે આવનાર કોઇ નથી એ જોઇને હું અચંબામાં પડી ગયો. Faic an caibideil |
“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.