યશાયા 63:3 - પવિત્ર બાઇબલ C.L.3 “મેં એકલાએ પ્રજાઓને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષોની જેમ ખૂંદી છે; એમાં મને કોઈનો ય સાથ નહોતો. મેં લોકોને મારા રોષમાં ખૂંદયા છે અને મારા કોપમાં કચડયા છે. મારા પોશાક પર તેમના રક્તના છાંટા ઊડયા એટલે મારાં બધાં વસ્ત્રો પર ડાઘ પડયા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે; અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો, વળી મેં મારા રોષમાં તેઓને ખૂંદ્યા, ને મારા કોપથી તેઓને છૂંદી નાખ્યા! તેઓનું લોહી મારાં વસ્ત્ર પર છંટાયું છે, ને મારા તમામ પોશાક પર મેં ડાઘ પાડયા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મેં એકલાએ દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ ખૂંદી છે અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો. મેં મારા રોષમાં તેઓને ખૂંદી અને મારા કોપમાં તેઓને છૂંદી નાખી. તેઓનું રક્ત મારા વસ્ત્ર પર છંટાયું અને તેથી મારા તમામ પોશાક પર ડાઘ પડ્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 “મેં એકલાએ દ્રાક્ષ ગૂંદી છે. મને મદદ કરવા માટે ત્યાં કોઇ ન હતું. મારા ક્રોધમાં મેં મારા શત્રુઓને દ્રાક્ષાની જેમ ગૂંદી નાખ્યા, રોષે ભરાઇને મેં તેમને રોળી નાખ્યા અને તેમના લોહીની પિચકારી મારાં વસ્ત્રો ઉપર ઊડી અને મારાં વસ્ત્રો બધાં ખરડાઇ ગયા. Faic an caibideil |