Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 63:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પોતાના ગૌરવી અને શક્તિશાળી ભુજથી મોશેના જમણા હાથને સાથ દેનાર અને પોતાને માટે સાર્વકાલિક નામના મેળવવાને સમુદ્રના બે ભાગ કરી દેનાર અને પોતાના લોકને ઊંડા પાણીમાંથી દોરી જનાર કયાં છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેમણે મૂસાને જમણે હાથે પોતાનો પ્રતાપી ભુજ ચાલતો રાખ્યો હતો, જેમણે પોતાને માટે અમર નામ કરવાને અમારી આગળ [સમુદ્રના] પાણીના બે ભાગ કર્યા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જેમણે મૂસાને જમણે હાથે પોતાનું ગૌરવી સામર્થ્ય મોકલ્યું, અને પોતાનું નામ અનંતકાળને માટે કરવાને તેમણે અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, તે ઈશ્વર ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પોતાના સંપૂર્ણ સાર્મથ્યથી મૂસાની સાથે રહેનાર ક્યાં છે? પોતાના લોકોને માટે જળના બે ભાગ કરી તેમને સમુદ્રમાંથી દોરી લાવી અમર કીર્તિ પ્રાપ્ત કરનાર ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 63:12
23 Iomraidhean Croise  

તમે ફેરો રાજા, તેના અધિકારીઓ તથા તેના દેશના લોકો આગળ અદ્‍ભુત ચમત્કારો કર્યા; કારણ, તેમણે તમારા લોક પર કરેલો અત્યાચાર તમે જાણતા હતા. એ રીતે, જેમ આજે છે તેમ ત્યારે પણ તમે તમારી કીર્તિ ગજાવી હતી.


તમે તમારા લોક માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો અને તેમને કોરી ભૂમિ પર પાર પહોંચાડયા. તોફાની સાગરમાં પથરો ડૂબી જાય તેમ તેમનો પીછો કરનાર શત્રુઓને તમે ઊંડા પાણીમાં ડૂબાવી દીધા.


તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેમાં થઈને તેમને પાર ઉતાર્યા અને સમુદ્રમાં પાણીને ઊભી દીવાલોની જેમ સ્થિર કરી દીધાં.


હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો.


તમારા વચનને વિશ્વાસુ રહીને જેમને તમે છોડાવ્યા છે તેમને તમે દોરો છો. તમારા સામર્થ્ય વડે તમે તેમને તમારી પવિત્ર ભૂમિમાં લઈ જાઓ છો.


હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.


હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


પ્રભુ ઇજિપ્તના સમુદ્રના અખાતને સૂકવી નાખશે અને યુફ્રેટિસ નદીને બળબળતા વાયુથી સૂકવી નાખશે, અને તેના પ્રવાહને તે સાત નાનાં ઝરણાંમાં વહેંચી નાખશે, જેથી સૌ કોઈ તેને પગરખાં ઉતાર્યા વિના જ ઓળંગી શકશે.


પ્રભુ કહે છે, “કોણે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો અને કોણે જબરાં પાણીમાં થઈને રસ્તો બનાવ્યો?


હું સમુદ્રને કહું છું, ‘તું સુકાઈ જા, હું તારામાં વહેતી નદીઓને ય સૂકવી નાખીશ.’


સમુદ્રનાં અગાધ પાણીને સૂકવી નાખી પોતાના લોકને સમુદ્રના ઊંડાણમાં થઈને પાર લઈ જનાર તું જ નહોતો?


કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”


હું તેમના પૂર્વજોનો હાથ પકડીને તેમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યો ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો આ કરાર નહિ હોય. હું તેમનો પતિ હોવા છતાં તેમણે મારો કરાર ઉથાપ્યો.


તમે ઇજિપ્ત દેશમાં અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા હતા અને આજે પણ ઇઝરાયલમાં અને સમસ્ત પૃથ્વી પર એ રીતે કાર્યરત છો. તેથી તમારી કીર્તિ સર્વત્ર ફેલાઈ છે અને તે આજ સુધી કાયમ છે;


અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો વડે અમારા શત્રુઓમાં આતંક ફેલાવીને તમે તમારા બળવાન હાથના પ્રહારથી તેમજ તમારો હાથ લંબાવીને તમે ઇઝરાયલ લોકોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા.


કારણ, શાસ્ત્રકથન ઇજિપ્તના રાજા ફેરો વિષે કહે છે: “તારી મારફતે હું મારું સામર્થ્ય દર્શાવું, અને મારું નામ આખી પૃથ્વી ઉપર જાહેર થાય, માટે મેં તને રાજા બનાવ્યો છે.”


નદીનું વહેણ કપાઈ ગયું અને સારેથાન નજીક આવેલા આદામ નગર પાસે ઉપરવાસમાંથી પાણી વહેતું અટકી જઈને ભરાઈ ગયું અને મૃત સરોવર તરફ નીચાણ તરફનો પ્રવાહ વહી ગયો. લોકો યર્દન ઓળંગીને યરીખોની નજીક ઊતર્યા.


Lean sinn:

Sanasan


Sanasan