Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 62:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 યહોવાએ પોતાના જમણા હાથના, તથા પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે કે, “હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ; અને જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવા પોતાના સાર્મથ્યથી વચન આપે છે કે, “હવે કદી હું તારું ધાન્ય શત્રુઓને ખાવા નહિ આપું. અથવા વિદેશીઓને તારી મહેનતથી બનેલો દ્રાક્ષારસ નહિ પીવાં દઉં.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 62:8
16 Iomraidhean Croise  

“તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે.


મેં મારી જાતના સોગંદ ખાધા છે, અને પૂરી પ્રામાણિક્તાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે: સૌ મારી આગળ આવીને મને ધૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે.


“મારે મન તો એ નૂહના સમયના જળપ્રલય જેવું છે. ત્યારે મેં પૃથ્વી પર ફરીથી જળપ્રલય નહિ લાવવાના સમ ખાધા હતા. હવે એ જ પ્રમાણે હું તારા પર ફરી રોષે ભરાઈશ નહિ. હું તને ધમકાવીશ નહિ કે શિક્ષા કરીશ નહિ.


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


વળી, હિમાયત કરે એવો કોઈ માણસ નથી એ જોઈને તે વિસ્મય પામ્યા. તેથી તેમણે પોતાના બાહુબળથી જ તેમનો બચાવ કર્યો અને તે માટે પોતાના જ ન્યાયીપણાનો આધાર લીધો.


તમે ફરીથી સમરૂનના ટેકરાઓ પર દ્રાક્ષાવાડીઓ રોપશો, અને એ વાડીઓ રોપનારા જ તેનાં ફળ ખાશે.


તેઓ તમારા પર આક્રમણ કરીને તમારી ફસલ અને તમારો ખોરાક પણ ખાઈ જશે. તેઓ તમારાં પુત્રપુત્રીઓનો સંહાર કરશે. તેઓ તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ક્તલ કરશે અને તમારા દ્રાક્ષવેલા અને અંજીરવૃક્ષોનો નાશ કરશે અને જેના પર તમે ભરોસો રાખો છો તે કિલ્લેબંધ નગરોને તોડી પાડશે.


તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે મેં ઇઝરાયલને પસંદ કર્યો અને ઇજિપ્ત દેશમાં યાકોબના વંશજો સમક્ષ મારો પરિચય આપ્યો, ત્યારે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર છું.


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે.


“તમે સ્ત્રી સાથે સગપણ કરશો, પણ બીજો પુરુષ તેની સાથે સમાગમ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં કદી રહેવા પામશો નહિ. તમે દ્રાક્ષવાડી રોપશો પણ તેના ફળનો ઉપભોગ કરી શકશો નહિ.


તમારી નજર આગળ તમારા બળદની ક્તલ કરવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ. તમારા દેખતાં તમારા ગધેડાને બળજબરીથી લઈ જવામાં આવશે અને તે તમને પાછો મળશે નહિ. શત્રુઓ તમારા ઘેટાં છીનવી લેશે અને ત્યારે તમને મદદ કરનાર કોઈ નહિ હોય.


અજાણી પ્રજાઓ તમારી મહેનતની બધી પેદાશ લઈ જશે; પણ તમે તો સદા જુલમ વેઠયા કરશો અને તમને કચડી નાખવામાં આવશે.


હું મારો હાથ આકાશ તરફ ઉઠાવીને મારા જીવના શપથ લઈને કહું છું કે,


Lean sinn:

Sanasan


Sanasan