યશાયા 61:10 - પવિત્ર બાઇબલ C.L.10 હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 “યહોવાના ઉપકારોનું સ્મરણ થતાં મારા હૈયામાં આનંદ શમાતો નથી. મારા દેવને સંભારતાં મારું હૈયું હર્ષથી ઊભરાય છે; કારણ, તેણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યા છે અને મને ન્યાયીપણાંનો ઝભ્ભો પહેરાવ્યો છે. લગ્નનાં વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો અથવા રત્નાલંકારોથી શણગારાયેલી જાણે વધૂ જેવો હું છું. Faic an caibideil |