Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 60:16 - પવિત્ર બાઇબલ C.L.

16 માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 વિદેશી ભૂમિઓ અને તેના રાજામહારાજાઓ તારું પોતાની માતાની જેમ પાલન કરશે, ત્યારે તને ખબર પડશે કે હું, યહોવા તારો તારક છું, હું યાકૂબનો મહાબળવાન દેવ, તારો રક્ષક છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 60:16
25 Iomraidhean Croise  

હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


તેઓ ઇજિપ્તમાં સર્વસમર્થ પ્રભુનાં સાક્ષી અને સંકેત બની રહેશે. ત્યાંના લોકો જુલમગારોના ત્રાસને લીધે પ્રભુને પોકારશે. તો તે તેમને માટે ઉદ્ધારક અને સંરક્ષક મોકલી તેમનો બચાવ કરશે.


એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.”


હઠીલા મનના લોકો સમજશે અને કચકચ કરનારા શિખામણનો સ્વીકાર કરશે.”


એ વહાણોનાં દોરડાં એવાં તો ઢીલાં થઈ જશે કે તેઓ ડોલક્ઠીને જકડી રાખી શકશે નહિ અને સઢ પ્રસારી શકશે નહિ. (પ્રભુ આપણા ન્યાયાધીશ અને નિયમદાતા છે; તે આપણા રાજા અને ઉદ્ધારક છે.) તેથી આપણે લૂંટ વહેંચી લઈશું. લૂંટ એટલી અઢળક હશે કે લંગડાને પણ તેનો ભાગ મળશે.


ફક્ત હું જ પ્રભુ છું; મારા સિવાય કોઈ ઉદ્ધારક નથી.


આવો, તમારો દાવો રજૂ કરો, ભેગા મળીને મસલત કરો અને જણાવો કે પ્રાચીન સમયથી કોણે એના વિષે ભવિષ્ય ભાખ્યું હતું? કોણે એની અગાઉથી જાહેરાત કરી હતી? શું મેં પ્રભુએ એમ કર્યું નથી? અલબત્ત, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર છું; હું જ ત્રાતા છું. બીજો કોઈ નથી.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.”


આવનાર દિવસોમાં તમે મારા લોક મારું નામ જાણશો. વળી, હું ઈશ્વર છું અને મેં તમારી સાથે અગાઉથી વાત કરી છે એવું તમે સ્વીકારશો.”


“યાકોબના વંશજોમાંથી પાપથી વિમુખ થનારાઓ માટે સિયોનમાંથી ઉદ્ધારર્ક્તા આવશે.” એવું પ્રભુએ પોતે જાહેર કર્યું છે.


હું તાંબાને બદલે સોનું, લોખંડને બદલે ચાંદી, લાકડાને બદલે તાંબુ અને પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું શાંતિને તારો શાસક અને ન્યાયીપણાને તારો રાજર્ક્તા બનાવીશ.


પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.


તમે અમારા પિતા છો; જો કે અમારા પૂર્વજ અબ્રાહામ અમને ઓળખતા નથી અને ઇઝરાયલ અમારો સ્વીકાર ન કરે, તોપણ હે પ્રભુ, તમે અમારા પિતા છો. છેક જૂના જમાનાથી “અમારા ઉદ્ધારક” એ જ તમારું નામ છે.


પ્રભુએ કહ્યું, “સાચે જ તેઓ મારા લોક છે; મને છેતરે એવા પુત્રો નથી.” આમ, તે તેમના ઉદ્ધારક બન્યા.


એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે.


દુષ્ટ લોકોના સકંજામાંથી હું તને છીનવી લઈશ અને ઘાતકી લોકોની પકડમાંથી હું તને મુક્ત કરીશ.”


તેઓ સૌ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, તેમની રક્ષા કરું છું અને તેઓ મારી પ્રજા છે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું.


દુનિયાના લોકો તેના પ્રકાશમાં ફરશે અને પૃથ્વીના રાજાઓ તેમની સંપત્તિ તેમાં લાવશે.


પ્રજાઓની સંપત્તિ અને કીર્તિ ત્યાં લાવવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan