Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 60:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તારી સેવા નહિ કરનાર પ્રજા અને રાષ્ટ્રોનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જે પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; હા, તે પ્રજાઓ ખચીત ઉજ્જડ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ખરેખર, જે પ્રજાઓ તથા રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; તે દેશોનો સંપૂર્ણપણે વિનાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પરંતુ જે પ્રજા કે રાજ્ય તારી તાબેદારી સ્વીકારવાની ના પાડશે તેનો નાશ થશે, તે ખેદાનમેદાન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 60:12
18 Iomraidhean Croise  

લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


ઈશ્વર અમારા પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું. તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે.


ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


પોતાના વતનના દેશમાં પાછા ફરવા માટે ઘણી પ્રજાઓ ઇઝરાયલીઓને મદદ કરશે. પ્રભુની ભૂમિમાં તેઓ ઇઝરાયલીઓના દાસદાસીઓ તરીકે તેમની સેવા કરશે. એકવાર ઇઝરાયલને બંદીવાન કરનારાઓને હવે ઇઝરાયલ બંદીવાન કરશે, અને તેમના પર જુલમ ગુજારનારાઓ પર ઇઝરાયલીઓ રાજ કરશે.


તારા પર રોષે ભરાયેલ સૌને અપમાનિત થઈને શરમાવું પડશે. તારા વિરોધીઓ નેસ્તનાબૂદ થઈ જશે.


જો કોઈ તારા પર આક્રમણ કરે તો તેની પાછળ મારો હાથ નહિ હોય. બલ્કે, તારી વિરુદ્ધ લડાઈ કરનારની પડતી થશે.


પણ જો કોઈ પ્રજા આધીન થશે નહિ તો હું તે પ્રજાને જડમૂળથી ઉખેડી નાખીને તેનો નાશ કરીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”


તમે તે જોઈ રહ્યા હતા એટલામાં તો કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે મૂર્તિના લોખંડ અને પકવેલી માટીના બનેલા પગના પંજા પર પ્રહાર કરી તેના ચૂરેચૂરા કરી નાખ્યા.


તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.


પણ સર્વોચ્ચ ઈશ્વરના લોકો રાજ્યાધિકાર મેળવશે અને તે રાજ્ય સર્વકાળ ટકી રહેશે.


પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.”


પ્રભુ કહે છે, “હું ઇઝરાયલમાંથી યુદ્ધ માટેના રથો દૂર કરીશ અને યરુશાલેમમાંથી ઘોડા હટાવી દઈશ; લડાઈમાં વપરાતાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવશે. તમારો રાજા પ્રજાઓ મધ્યે શાંતિ સ્થાપશે. એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી યુફ્રેટિસ નદીથી પૃથ્વીના છેડાઓ સુધી તે રાજ કરશે.”


[આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ચૂરેચૂરા કરી નાખશે.]


હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!”


Lean sinn:

Sanasan


Sanasan