Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 60:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તારા દરવાજાઓ ખુલ્લા જ રહેશે અને દિવસે કે રાત્રે બંધ થશે નહિ; જેથી પ્રજાઓની સંપત્તિ અને વિજયની સવારીમાં કેદી રાજાઓને તારી અંદર લાવવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી મારા દરવાજા નિત્ય ઉઘાડા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ; જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના [બંધનમાં] રાખેલા રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તારા દરવાજા નિત્ય ખુલ્લા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ, જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે, રાતે કે દિવસે કદી બંધ થશે નહિ, જેથી તેમાં થઇને વિદેશી રાજાઓ પોતાની સમૃદ્ધિ લઇને આવે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 60:11
11 Iomraidhean Croise  

તેથી સાબ્બાથની શરૂઆત થતાં એટલે કે સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધીમાં યરુશાલેમના દરવાજાઓ બંધ કરી દેવા અને સાબ્બાથ પૂરો ન થાય ત્યાં સુધી તે ન ઉઘાડવા મેં હુકમો આપ્યા. સાબ્બાથદિને શહેરમાં કંઈ લાવવામાં ન આવે તેની તકેદારી રાખવા મેં મારા માણસોને દરવાજાઓ પર ગોઠવ્યા.


તે તેમના રાજાઓને જંજીરોથી, અને તેમના અમીરોને બેડીઓથી બાંધે;


એ સમયે પ્રભુ આકાશી સત્તાધારીઓને અને પૃથ્વીના રાજાઓને શિક્ષા કરશે.


શહેરના દરવાજાઓ ખોલો, અને તેમાં નિષ્ઠાવાન પ્રજા, સદાચારી પ્રજા પ્રવેશ કરે.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


“હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”


તારા દેશમાં અત્યાચારની અને તારી સીમાઓમાં વિનાશ કે પાયમાલીની વાત સાંભળવા મળશે નહિ. તું તારા કોટને ‘ઉદ્ધાર’ અને તારા દરવાજાઓને ‘સ્તુતિ’ એવાં નામ આપીશ.


એ જોઈને તું તેજસ્વી બની જશે; તારું હૃદય આનંદવિભોર થઈ થનગની ઊઠશે. પ્રજાઓની સંપત્તિ તારી પાસે લાવવામાં આવશે; સમુદ્રને પેલે પારથી તેમનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.


પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.


ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો.


Lean sinn:

Sanasan


Sanasan