Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 6:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેથી તેમણે મને કહ્યું, “જા, અને મારા લોકને આ સંદેશો આપ: તમે ગમે તેટલું સાંભળશો, પણ સમજશો નહિ. ગમે તેટલું જોશો, પણ શું થઈ રહ્યું છે તેની સૂઝ પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે પ્રભુએ કહ્યું, “જા, ને આ લોકોને કહે, કે સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે પ્રભુએ કહ્યું, “જા, અને આ લોકોને કહે કે, સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ત્યારે યહોવાએ કહ્યું, “જા, ને આ લોકોને કહે કે, ‘સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.’

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 6:9
21 Iomraidhean Croise  

દુષ્ટોની ટોળકી ન્યાયનો સાચો અર્થ સમજતી નથી, પણ પ્રભુના ભક્તો ન્યાયને સંપૂર્ણપણે સમજે છે.


એટલા જ માટે ઈશ્વર તમને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ શીખવશે. તે વખતે તમે ડગલે ને પગલે ઠોકર ખાશો, ઘાયલ થશો, ફસાઈ જશો અને પકડાઈ જશો.


પ્રભુએ તમને ઘેનમાં નાખ્યા છે અને તમે ભરઊંઘમાં પડવાની તૈયારીમાં છો. સંદેશવાહકો તમારી આંખો છે, પણ પ્રભુએ તેમને મહોર મારી બંધ કરી દીધી છે. દષ્ટાઓ તમારાં મગજ છે, પણ પ્રભુએ તેમને ઢાંકી દીધાં છે.


પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે.


તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


તેં ઘણી બાબતો જોઈ છે, પણ તે પર લક્ષ આપ્યું નથી. તારા કાન ખુલ્લા છે, પણ તું કંઈ સાંભળતો નથી.”


ઈશ્વર કહે છે, “મારા લોકને મારી આગળ રજૂ કરો. તેઓ છતી આંખોએ આંધળા છે અને છતે કાને બહેરા છે.


હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખ હોવા છતાં જોતા નથી, અને કાન હોવા છતાં સાંભળતા નથી; તો હવે ધ્યાન આપો.


“હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકો મધ્યે વસે છે, કે જેઓ જોવાને આંખો હોવા છતાં જોતા નથી, ને સાંભળવાને કાન હોવા છતાં સાંભળતા નથી. એ તો વિદ્રોહી પ્રજા છે.


પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-આમ્મી એટલે ‘મારા લોક નથી’ પાડ; કારણ, ઇઝરાયલના લોક મારા લોક નથી અને હું તેમનો ઈશ્વર નથી.”


જેથી “તેઓ જોયા જ કરે, છતાં સૂઝે જ નહિ, તેઓ સાંભળ્યા જ કરે, છતાં સમજી શકે નહિ, કદાચ તેઓ ઈશ્વર તરફ પાછા ફરે, અને તેમનાં પાપોની ક્ષમા પામે.”


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન તમને અપાયેલું છે, પણ બાકીનાઓને તો તે ઉદાહરણરૂપે જ મળે છે; જેથી તેઓ જુએ પણ તેમને સૂઝે નહિ, અને સાંભળે, પણ સમજી શકે નહિ.


“ઈશ્વરે તેમની આંખો આંધળી કરી છે, અને તેમનાં મન જડ બનાવ્યાં છે; જેથી તેમની આંખો જોશે નહિ, અને તેમનાં મનથી તેઓ સમજશે નહિ, અને તેઓ સાજા થવા માટે મારી તરફ પાછા ફરશે નહિ, એમ ઈશ્વર કહે છે.”


શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વરે તેમનાં મન જડ બનાવી દીધાં છે. આજ લગી તેમની આંખો દેખતી નથી, ને કાનો સાંભળતા નથી.”


છતાં પ્રભુએ તમને આજદિન સુધી સમજવાની બુધિ, જોવાની આંખ કે સાંભળવાને કાન આપ્યા નથી.


Lean sinn:

Sanasan


Sanasan