Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 6:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી મેં પ્રભુને એમ કહેતાં સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?” ત્યારે મેં કહ્યું, “હું આ રહ્યો; મને મોકલો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી મેં યહોવાને એવું બોલતા સાંભળ્યાં કે, “હું કોને મોકલું? કોણ મારા સંદેશા લઇ જશે?” એટલે મેં કહ્યું, “આ હું હાજર છું, મને મોકલો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 6:8
23 Iomraidhean Croise  

પછી ઈશ્વરે કહ્યું, “હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ. જેથી તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્યપશુઓ પર અધિકાર ચલાવે.”


ચાલો, આપણે નીચે જઈને તેમની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજે નહિ.”


થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહામની ક્સોટી કરી. તેમણે તેને કહ્યું, “અબ્રાહામ!” અબ્રાહામે જવાબ આપ્યો, “હા પ્રભુ.”


પરંતુ આકાશમાંથી પ્રભુના દૂતે તેને હાંક મારી, “અબ્રાહામ, અબ્રાહામ!” તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”


પછી પ્રભુ પરમેશ્વરે કહ્યું, “જુઓ, માણસ તો આપણા જેવો ભલુંભૂડું જાણનાર બન્યો છે. તેથી હવે તેને જીવનદાયક વૃક્ષનું ફળ ખાવા દેવાય નહિ, નહિ તો તે અમર બની જાય.”


તેમણે પાછા વળીને નજર કરી અને મને જોઈને બોલાવ્યો. મેં કહ્યું, ‘જી’.


પ્રભુએ પૂછયું, ‘આહાબને કોણ છેતરશે કે તે રામોથમાં જઈને માર્યો જાય?’ કેટલાક દૂતે એક વાત કહી તો બીજા કેટલાકે બીજી વાત કરી.


પ્રભુ કહે છે, “જેઓ મારી પાસે પૂછપરછ કરવા નહોતા આવતા તેમને મળવાને હું ઉપલબ્ધ રહ્યો છું; જેઓ મને શોધતા નહોતા તેમને હું પ્રાપ્ત થવાને તત્પર રહ્યો છું. મારે નામે વિનંતી નહિ કરનાર પ્રજાને ‘હું આ રહ્યો, હું આ રહ્યો,’ એમ મેં કહ્યું છે.


તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં.


કરુબોની પાંખોનો અવાજ બહારના ચોક સુધી સંભળાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો લાગતો હતો.


પછી મેં ઈશ્વરને મોટે અવાજે આમ કહેતા સાંભળ્યા, “હે નગરને સજા કરનારાઓ, તમારાં સંહારક શસ્ત્રો લઈને પાસે આવો.”


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


પ્રભુએ મને કહ્યું, ‘જા, કારણ, હું તને બિનબહૂદીઓ પાસે દૂર દૂર મોકલીશ.”


“તેથી હે આગ્રીપા રાજા, એ સ્વર્ગીય સંદર્શનને આધીન થયા વગર હું રહી શક્યો નહીં.


તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?”


ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું;


તે સમયે પ્રભુએ શમુએલને બોલાવ્યો. તેણે જવાબ આપ્યો,


Lean sinn:

Sanasan


Sanasan