Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 6:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેમની આસપાસ સરાફો ઊભા હતા. તેઓમાંના દરેકને છ પાંખો હતી; બે પાંખોથી તેઓ પોતાનું મુખ ઢાંક્તાં, બેથી પોતાના પગ ઢાંક્તા અને બેથી તે ઊડતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેમની આસપાસ સરાફો ઊભા હતા : દરેકને છ છ પાંખ હતી; બેથી તે પોતાનું મુખ ઢાંકતો, બેથી પોતાના પગ ઢાંકતો અને બેથી ઊડતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સરાફ દેવદૂતો તેમની પાસે ધુમરાતાં હતા તેમને દરેકને છ પાંખો હતી. બે પાંખો વડે તેઓ તેમના ચહેરા ઢાંકતા હતાં, બીજી બે પાંખો વડે તેમણે તેમના પગ ઢાંક્યાં હતાં અને બાકીની બે પાંખોનો તેઓ ઉડવા માટે ઉપયોગ કરતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 6:2
34 Iomraidhean Croise  

અબ્રામે ભૂમિ પર માથું ટેકવીને પ્રભુને પ્રણામ કર્યા. ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે આ કરાર કરું છું: તું ઘણી પ્રજાઓનો પૂર્વજ થશે.


એ સાંભળીને એલિયા પોતાના ઝભ્ભાથી પોતાનું મોં ઢાંકીને બહાર નીકળ્યો અને ગુફાના પ્રવેશદ્વારે ઊભો રહ્યો. તેની પાસે અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શું કરે છે?”


વળી, મિખાયાએ કહ્યું, “હવે પ્રભુનો સંદેશ સાંભળો. મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બિરાજેલા જોયા; તેમની બન્‍ને તરફ તેમના સર્વ દૂતો ઊભા હતા.


પ્રત્યેક કરુબની ઊંચાઈ 4.4. મીટર હતી. બન્‍ને કરુબો એક જ આકાર અને કદના હતા. દરેકને બે પાંખો હતી; પ્રત્યેક પાંખ 2.2 મીટર લાંબી હતી. જેથી એક પાંખના છેડાથી બીજી પાંખના છેડા વચ્ચેનું અંતર 4.4 મીટર હતું.


તેમને પરમ-પવિત્રસ્થાનમાં પાસપાસે એ રીતે મૂક્યાં હતા કે જેથી તેમની પ્રસરેલી પાંખો ખંડની મધ્યમાં એકબીજીને સ્પર્શે અને બીજી બે પાંખો બન્‍ને તરફ દીવાલોને સ્પર્શે.


કરુબોની પ્રસારેલી પાંખો હેઠળ કરારપેટી અને તેને ઊંચકવાના દાંડા આવરી લેવાતા હતા.


પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે.


એક દિવસે સ્વર્ગદૂતો પ્રભુની તહેનાતમાં હાજર થયા હતા અને શેતાન પણ તેમની સાથે આવ્યો.


જો ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોનો ય ભરોસો રાખતા નથી અને તેમની દષ્ટિમાં આકાશવાસીઓ પણ વિશુદ્ધ નથી.


ઈશ્વર તો પોતાના આકાશી સેવકોમાંય ભરોસો મૂક્તા નથી, અને પોતાના સ્વર્ગદૂતોમાંય તેમને ક્ષતિઓ દેખાય છે;


પ્રભુની આજ્ઞાનો અમલ કરનારા અને તેમની વાણી પ્રત્યે લક્ષ દેનારા શક્તિશાળી અને પરાક્રમી દૂતો, પ્રભુનું સ્તવન કરો.


તમે પવનોને તમારા સંદેશકો બનાવો છો, અને અગ્નિજ્વાળાઓને તમારા સેવકો તરીકે ઉપયોગ કરો છો.


તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા.


સંતોની સભામાં તે આરાધ્ય ઈશ્વર છે અને તેમની આસપાસના સૌના કરતાં તે જ મહાન અને આરાધ્ય છે.


કરુબોનાં મુખ એકબીજાની સામસામે અને દયાસનના મધ્યભાગ તરફ રાખવાં. વળી, તેમની પાંખો દયાસન પર આચ્છાદન થાય એ રીતે ઊંચે ફેલાયેલી રાખવી.


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


આ કરુબોનાં મુખ એકબીજાની સામસામાં અને દયાસનના મધ્ય ભાગ તરફ હતાં. તેમની ફેલાવેલી પાંખોથી દયાસન પર આચ્છાદન થતું હતું.


ત્યારે એક સરાફ વેદી પરથી ચિપિયા વડે સળગતો અંગારો લઈને મારી પાસે આવ્યો.


દરેક પ્રાણીની બે પાંખો ઉપરની બાજુએ ફેલાયેલી હતી અને તે પોતાની નજીકના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી જ્યારે બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી.


તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં.


મેં જોયું તો ઉત્તરમાંથી આંધી અને વાવાઝોડું આવ્યાં અને એક મોટું વાદળું દેખાયું. જેમાં અગ્નિ ઝબૂક્તો હતો અને તેની આસપાસ ઝગમગાટ હતો. અગ્નિની મધ્યમાં ઝળહળતી ધાતુ જેવું દેખાતું હતું.


પ્રત્યેકને ચાર મુખ હતાં અને ચાર પાંખો હતી.


દરેક પ્રાણીની બબ્બે પાંખો પોતાની બાજુ પરના પ્રાણીની પાંખને અડતી હતી. ચાલતી વખતે તેઓ આડાંઅવળાં વળતાં નહિ. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું.


જ્યારે કરુબો ચાલતાં ત્યારે તેમની પડખે આવેલાં પૈડાં પણ સાથે ચાલતાં, અને કરુબો જમીન પરથી ઊડવા પોતાની પાંખો પ્રસારતા ત્યારે પૈડાં તેમની પડખેથી ખસી જતાં નહિ.


પ્રત્યેકને ચાર મુખ હતાં અને ચાર પાંખો હતી અને તેમની દરેક પાંખ નીચે મનુષ્યના હાથ જેવું કશુંક હતું.


તેમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી હતી. હજારો લોકો તેમની સેવામાં હતા અને લાખો લોકો તેમની સમક્ષ ઊભેલા હતા. ન્યાયસભા શરૂ થઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં.


હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.


તેથી તે ઈશ્વરના મંદિરમાં ગયો. ધૂપ બાળવાના સમય દરમ્યાન જનસમુદાય બહાર પ્રાર્થના કરતો હતો.


દૂતો વિષે તો ઈશ્વરે આમ કહ્યું હતું: “ઈશ્વર પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ બનાવે છે.”


પછી મેં એક દૂતને ઊંચે હવામાં ઊડતો જોયો. તેની પાસે દરેક રાષ્ટ્ર, જાતિ, ભાષા અને પ્રજાને પ્રગટ કરવા માટે સાર્વકાલિક શુભસંદેશ હતો.


અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”


રાજ્યાસન, વડીલો અને ચાર જીવંત પ્રાણીઓની ચારે બાજુએ બધા દૂતો ઊભા હતા. પછી તેઓ રાજ્યાસન સમક્ષ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કરતાં બોલ્યા,


પછી મેં જોયું તો ઊંચે આકાશમાં એક ઊડતા ગરુડને મેં મોટે અવાજે બોલતાં સાંભળ્યું: બાકીના ત્રણ દૂતો રણશિંગડાં વગાડે ત્યારે તેના નાદને લીધે પૃથ્વી પર વસનારાઓને અફસોસ! અફસોસ! અફસોસ!


Lean sinn:

Sanasan


Sanasan