Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 59:9 - પવિત્ર બાઇબલ C.L.

9 લોકો કહે છે, “એટલે તો અમે અદલ ઇન્સાફથી વંચિત છીએ અને હજી અમારો બચાવ થયો નથી. અમે તેજની આશા રાખીએ છીએ, પણ અમારે તો ઘોર અંધકારમાં ચાલવું પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે માટે ઇનસાફ અમારાથી વેગળો રહે ચે, ને ન્યાયીપણું અમારી પાસે આવી પહોંચતું નથી. અમે અજવાળાની આશા રાખીએ છીએ, પણ જુઓ અંધકાર; તેજની આશા રાખીએ છીએ, પણ ઘોર અંધકારમાં ચાલીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેથી ઇનસાફ અમારાથી દૂર રહે છે જેથી ન્યાયીપણું અમારી પાસે પહોંચી શકતું નથી. અમે અજવાળાની રાહ જોઈએ છીએ, પણ અંધકાર મળે છે; અમે પ્રકાશની આશા રાખીએ છીએ, પણ અંધકારમાં ચાલીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી આપણને ન્યાય મળતો નથી, આપણી મુકિત હજી દૂર છે. અમે અજવાળાની આશા રાખીએ છીએ, પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ અને અંધકારમાં અટવાઇએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 59:9
21 Iomraidhean Croise  

તેમણે મારા માર્ગમાં અભેદ્ય દીવાલ ઊભી કરી છે, એટલે હું આગળ જઈ શક્તો નથી; તેમણે મારો માર્ગ અંધકારથી ઢાંકી દીધો છે.


મેં તો શુભની આશા સેવી હતી પણ અશુભ આવી પડયું! અને પ્રકાશની વાટ જોતો હતો પણ અંધકાર આવી પડયો!


તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી. તેઓ અંધકારમાં ભટકે છે; તેથી પૃથ્વી પર ઇન્સાફ દેખાતો નથી.


પણ દુષ્ટોનો માર્ગ રાત્રિના ઘોર અંધકાર જેવો છે, તેઓ પડી જાય પણ શાથી ઠોકર લાગી તે સમજતા નથી.


એ દિવસે તેઓ ઇઝરાયલ પર ધૂઘવતા સમુદ્રની જેમ ગર્જશે. જો કોઈ દેશ પર દષ્ટિપાત કરે તો તેને અંધકાર અને આફત જ દેખાશે. પ્રકાશ પણ વાદળોથી ઘેરાઈ જશે.


અમે રીંછની પેઠે ધૂરકીએ છીએ અને કબૂતરની જેમ કલ્પાંત કરીએ છીએ. અમે ઇન્સાફની આશા રાખીએ છીએ, પણ તે મળતો નથી; છુટકારાની આશા સેવીએ છીએ પણ તે ય દૂર રહે છે.


ન્યાય પાછો ઠેલાયો છે, છુટકારો એકલો પડી ગયો છે, સત્ય રસ્તે રઝળે છે, અને પ્રામાણિક્તા પગપેસારો કરી શકે તેમ નથી.


તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને અન્યાયી પગલાં જ ભરે છે. તેમના રસ્તા અવળા છે અને એવે રસ્તે જનારાની કોઈ સહીસલામતી નથી.


પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે.


તેઓ પૃથ્વી પર નજર કરશે તો તેમને વિપત્તિ, અંધકાર અને ડરામણી ગ્લાનિ જ દેખાશે અને તેઓ ઘોર અંધકારમાં ધકેલાઈ જશે.


અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો.


હે પ્રભુ, શું તમે યહૂદિયાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે? શું તમે સિયોનને તમારા મનથી ધિક્કારો છો? તો પછી ફરી સાજા થવાની આશા જ ન રાખી શકાય એવી અસહ્ય ઈજા શા માટે પહોંચાડો છો? અમે આબાદીની આશા રાખી હતી, પણ કંઈ હિત થયું નહિ; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો!


આપણે આબાદીની આશા રાખી હતી, પરંતુ કંઈ હિત થયું નહીં; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો.


તેમણે મને અંધકારમાં ઊંડેઊંડે ધકેલી દીધો છે,


તેના આગેવાનો રસ્તાઓ પર આંધળાની માફક રખડે છે; તેઓ રક્તથી ખરડાયેલા હોવાથી કોઈ તેમને અડકતું નથી.


તે દિવસે હું ભરબપોરે સૂર્યને અસ્ત કરી દઈશ અને ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરી દઈશ. હું સર્વશક્તિમાન પ્રભુ એ બોલ્યો છું.


મારોથના લોકો વેદનામાં કષ્ટાય છે અને કળ વળે તેની આતુરતાથી આશા સેવી રહ્યા છે. કારણ, પ્રભુએ છેક યરુશાલેમના દરવાજા સુધી વિનાશ લાવી મૂક્યો છે.


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઈ શક્તા નથી, તેમ જ ભ્રષ્ટતા પર નજર કરી શક્તા નથી. તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમનાં કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો?


જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan