Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 59:20 - પવિત્ર બાઇબલ C.L.

20 “યાકોબના વંશજોમાંથી પાપથી વિમુખ થનારાઓ માટે સિયોનમાંથી ઉદ્ધારર્ક્તા આવશે.” એવું પ્રભુએ પોતે જાહેર કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી યહોવા કહે છે, “સિયોનને માટે, તથા યાકૂબમાંના આધર્મથી પાછા ફરનારાને માટે ઉદ્ધારનાર આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યહોવાહ એવું કહે છે કે, “સિયોનને માટે, અને યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારને માટે ઉદ્ધાર કરનાર આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પણ સિયોનને માટે, પોતાના લોકોમાંથી જેઓ પાપથી પાછા ફર્યા હશે તેમને માટે તો તે ઉદ્ધારકરૂપે આવશે. આ યહોવાના પોતાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 59:20
18 Iomraidhean Croise  

મને સચોટ ખાતરી છે કે મારો બચાવ કરનાર જીવંત છે; છેવટે પૃથ્વીના પટ પર તે ખડા થશે;


યાકોબના વંશજોમાંથી બાકી રહેલા થોડા લોક પરાક્રમી ઈશ્વર પાસે પાછા આવશે.


જો કે ઇઝરાયલના લોક સમુદ્રની રેતીના કણ જેટલા હશે તો પણ તેમાંથી થોડા જ પાછા આવશે. લોકોને માટે વિનાશ નિર્મિત છે અને તેઓ તેને માટે યોગ્ય છે.


હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!”


માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું.


પ્રભુ સમસ્ત પૃથ્વીમાં જાહેરાત કરે છે: “સિયોનના લોકને કહો કે તમારો ઉદ્ધારક આવે છે! તેમનું પ્રતિદાન તેમની સાથે છે અને તેમની સિદ્ધિ તેમની મોખરે છે.”


મોશેના નિયમશાસ્ત્રમાં લખ્યા મુજબની જ શિક્ષા અમને થઈ છે. તેમ છતાં હે પ્રભુ, અમારા ઈશ્વર, અમે હજુ સુધી અમારાં પાપથી વિમુખ થઈને અને તમારા સત્યને અનુસરીને તમને પ્રસન્‍ન કર્યા નથી.


પણ યાહવેને નામે સહાયને માટે વિનંતી કરનાર સૌ કોઈ બચી જશે. પ્રભુએ કહ્યું છે તેમ, “યરુશાલેમમાંથી કેટલાક બચી જશે; જેમને હું પસંદ કરું તેઓ બચી જશે.”


પ્રથમ દમાસ્ક્સમાં, પછી યરુશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિનયહૂદીઓ મયે મેં પ્રચાર કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ, તેમ જ તેઓ પાપથી પાછા ફર્યા છે એવું દર્શાવતાં કાર્યો કરવાં જોઈએ.


તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે,


અને તેથી ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરીને પ્રથમ તમારી પાસે મોકલ્યા, કે જેથી તે તમ સર્વને તમારાં દુષ્કર્મોથી ફેરવીને આશિષ આપે.”


બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી, પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan