Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 59:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પણ તમારા અપરાધોએ તમારી અને તમારા ઈશ્વરની વચમાં આડશ ઊભી કરી છે, અને તમારાં પાપને લીધે પ્રભુએ પોતાનું મુખ તમારા પરથી ફેરવી લીધું છે, અને તેથી તે સાંભળતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પણ તમારાં પાપનાં કાર્યોએ તમને તમારા ઈશ્વરથી અલગ કર્યા છે, અને તમારાં પાપોને કારણે તેમણે પોતાનું મુખ તમારાથી સંતાડ્યું છે કે તે સાંભળે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પણ તમારા પાપોએ તમારી અને દેવની વચ્ચે આડ ઊભી કરી છે; તમારાં પાપને કારણે તે તેમને દર્શન આપતો નથી કે નથી સાંભળતો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 59:2
14 Iomraidhean Croise  

પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે.


“જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે.


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


તેમના લોભના પાપને લીધે હું તેમના પર ગુસ્સે થયો હતો. મેં તેમને શિક્ષા કરી અને હું તેમનાથી વિમુખ થયો. પણ તેમણે તો પોતાના મનફાવ્યા માર્ગે જ ચાલવાનું ચાલુ રાખ્યું.


તમારા ઉપવાસનો દિવસ તો લડવા ઝઘડવામાં અને એકબીજાને મૂક્કીઓના ક્રૂર પ્રહાર કરવામાં પૂરો થાય છે. તમારા આજકાલના ઉપવાસથી તમારો પોકાર કંઈ આકાશમાં સંભળાવાનો નથી.


તેથી તમારા અપરાધોએ કુદરતનો એ ક્રમ તોડી નાખ્યો છે અને તમારા પાપને લીધે તમે એ બધી આશિષોથી વંચિત રખાયા છો.’


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


હું ઇઝરાયલના લોકો પર મારો આત્મા રેડીશ અને તેમનાથી કદી વિમુખ થઈશ નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


એવો સમય આવશે જ્યારે તમે પ્રભુને પોકાર કરશો, પણ તે તમને જવાબ આપશે નહિ. તે તમારી પ્રાર્થનાઓ સાંભળશે નહિ, કારણ, તમે દુષ્ટતા આચરી છે.


ઇઝરાયલે પાપ કર્યું છે! મારી સાથે કરેલો જે કરાર મેં તેમને પાળવા ફરમાવ્યો હતો તેનો તેમણે ભંગ કર્યો છે. મના કરેલ અર્પિત વસ્તુમાંથી તેમણે કંઈક લઈ લીધું છે. તેમણે તે ચોરી લીધું છે અને જુઠ્ઠું બોલ્યા છે અને તેને પોતાના સરસામાનમાં સંતાડયું છે.


બચી ગયેલા લોકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયલના આગેવાનોએ કહ્યું, “આજે પ્રભુએ આપણને પલિસ્તીઓ સામે કેમ હરાવ્યા છે? આપણે શીલોમાંથી પ્રભુની કરારપેટી લાવીએ, જેથી તે આપણી સાથે આવીને આપણા દુશ્મનોથી આપણને બચાવે.”


Lean sinn:

Sanasan


Sanasan