Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 59:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આંધળાની જેમ ભીંતે હાથ દઈને ફંફોસીએ છીએ. સાંજનો સમય હોય તેમ ભરબપોરે ઠોકર ખાઈએ છીએ. ખડતલ માણસોની વચમાં અમે મૃત:પ્રાય અને માયકાંગલા જેવા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આંધળાની જેમ ભીંતને હાથ અડકાડી અડકાડીને શોધીએ છીએ, હા, જેને આંખ નથી તેની જેમ હાથ અડકાડીએ છીએ; જાણે ઝળઝળિયું હોત તેમ ખરે બપોરે ઠોકર ખાઈએ છીએ; મુડદાં જેવા અંધકારમય સ્થાનમાં છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કોઈ જોઈ ન શકે તેમ, અમે અંધની જેમ ભીંતને હાથ લગાવીને શોધીએ છીએ. અંધારી રાત્રિની જેમ અમે બપોરે ઠોકર ખાઈએ છીએ; બળવાનની મધ્યે અમે મૃત જેવા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આપણે અંધજનની જેમ ભીંતે હાથ દઇને ફાંફા મારીએ છીએ, આપણે ભરબપોરે જાણે અંધારી રાત્રિ હોય એમ ઠોકર ખાઇએ છીએ; જાણે આપણે ભટકતાં મૃત લોકો ના હોઇએ!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 59:10
16 Iomraidhean Croise  

ભરબપોરે પણ જાણે રાત્રિ હોય તેમ તેઓ ફાંફાં મારે છે.


પણ દુષ્ટોનો માર્ગ રાત્રિના ઘોર અંધકાર જેવો છે, તેઓ પડી જાય પણ શાથી ઠોકર લાગી તે સમજતા નથી.


એટલા જ માટે ઈશ્વર તમને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ શીખવશે. તે વખતે તમે ડગલે ને પગલે ઠોકર ખાશો, ઘાયલ થશો, ફસાઈ જશો અને પકડાઈ જશો.


હું તમારે માટે પવિત્રસ્થાન બની રહીશ; પણ ઇઝરાયલ અને યહૂદિયા માટે તો હું ઠોકર ખવડાવનાર પથ્થર જેવો અને ગબડાવી નાખે તેવા ખડક જેવો બની રહીશ. વળી, યરુશાલેમના લોકો માટે હું ફાંદા અને જાળરૂપ બનીશ.


ઘણા ઠોકર ખાશે. તેઓ પડી જશે અને કચડાઈ જશે. તેઓ સકંજામાં પકડાઈ જશે.


અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો.


તેમણે મને લાંબા સમયથી મરી ચૂકેલા માણસની જેમ મરણના ઘોર અંધકારમાં ધકેલી દીધો છે.


તેના આગેવાનો રસ્તાઓ પર આંધળાની માફક રખડે છે; તેઓ રક્તથી ખરડાયેલા હોવાથી કોઈ તેમને અડકતું નથી.


મેં તેમના શહેરના સર્વ પ્રવેશદ્વાર પર વીજળીની જેમ ઝબકારા મારતી અને સંહાર કરવાને તડપતી એવી તલવાર મૂકી છે; જેને જોઇને મારા લોકોનાં હૈયાં થરથર કાંપે છે અને તેઓ લથડિયાં ખાવા માંડે છે.


તે દિવસે હું ભરબપોરે સૂર્યને અસ્ત કરી દઈશ અને ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરી દઈશ. હું સર્વશક્તિમાન પ્રભુ એ બોલ્યો છું.


“તમારો દિવસ પૂરો થવા આવ્યો છે. તમારો સૂર્ય આથમી રહ્યો છે. તમે મારા લોકને ગેરમાર્ગે દોર્યા છે એટલે તમને હવે સંદેશવાહક તરીકે કંઈ દર્શન થશે નહિ અને તમે કોઈ ભવિષ્યકથન કરી શકશો નહિ.


ઈસુએ જવાબ આપ્યો, “હજી થોડો સમય પ્રકાશ તમારી પાસે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચાલતા રહો; જેથી અંધકાર તમારા પર આવી પડે નહિ. અંધકારમાં ચાલનારને પોતે ક્યાં જાય છે તેની ખબર હોતી નથી.


“ઈશ્વરે તેમની આંખો આંધળી કરી છે, અને તેમનાં મન જડ બનાવ્યાં છે; જેથી તેમની આંખો જોશે નહિ, અને તેમનાં મનથી તેઓ સમજશે નહિ, અને તેઓ સાજા થવા માટે મારી તરફ પાછા ફરશે નહિ, એમ ઈશ્વર કહે છે.”


તમે ભરબપોરે આંધળા માણસની જેમ ફાંફાં મારશો. તમારા કોઈ કાર્યમાં તમને સફળતા મળશે નહિ. તમારા પર સતત જુલમ થશે અને તમે લૂંટાયા કરશો, પણ તમને બચાવનાર કોઈ નહિ હોય.


પણ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરે છે તે અંધકારમાં છે; તે અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તેની તેને ખબર નથી. કારણ, અંધકારે તેને આંધળો બનાવી દીધો છે.


Lean sinn:

Sanasan


Sanasan