Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:6 - પવિત્ર બાઇબલ C.L.

6 “હું તો આવો ઉપવાસ પસંદ કરું છું: જોરજુલમનાં બંધનો તોડી નાખો, અન્યાયની ઝૂંસરીનાં દોરડાં છોડી નાખો, બોજથી દબાયેલાંઓને મુક્ત કરો, દમનની બધી ઝૂંસરીઓ ભાંગી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [પણ] દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં જોતર છોડવાં, દબાયેલાને મુક્ત કરીને વિદાય કરવા, અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી.-જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 આ એ ઉપવાસ નથી જેને હું પસંદ કરું છું: દુષ્ટતાનાં બંધનો છોડવાં, ઝૂંસરીનાં દોરડાં છોડવાં, કચડાયેલાઓને મુકત કરવા અને દરેક ઝૂંસરીને ભાંગી નાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “ના, હું એવા પ્રકારના ઉપવાસ સ્વીકારીશ જેમાં તમે ન્યાયથી વતોર્ અને કચડાયેલાને મુકત કરો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:6
18 Iomraidhean Croise  

તેમને કહેજો, ‘મારા પિતાએ તમારા પર ભારે બોજ નાખ્યો, તો હું એ બોજ એથીય ભારે કરીશ. તે તેમને કોરડાથી શિક્ષા કરતા હતા, તો હું તમને ઘોડાના ચાબુકથી શિક્ષા કરીશ!’ ”


મારું સાંભળો; આ કેદીઓ તો તમારાં ભાઈ-બહેનો છે. તેમને છોડી મૂકો, નહિ તો પ્રભુનો ઉગ્ર કોપ તમારા પર ઝળુંબી રહ્યો છે.”


જેમને જુલમથી દેહાંતદંડ માટે ઘસડી જવામાં આવે છે તેમને તું ઉગારી લે અને ક્તલ થવાની તૈયારીમાં છે તેમને છોડીવી લે.


અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”


જે માણસ સદાચારને માર્ગે ચાલે છે, જે સાચું બોલે છે, જે ગરીબો પરના જોર જુલમથી મળતો લાભ નકારે છે, જે લાંચ સ્વીકારવાથી પોતાનો હાથ પાછો રાખે છે, જે હિંસાની વાત ન સાંભળવી પડે માટે પોતાના કાન બંધ કરી દે, જે ભૂંડાઈના પ્રપંચ તરફ પોતાની આંખો મીંચી દે છે એવો જ માણસ વાસો કરી શકશે.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


તું મદદને માટે હાંક મારશે ત્યારે હું પ્રભુ તને જવાબ આપીશ. જ્યારે તું મને બોલાવશે ત્યારે હું હાજર હોઈશ. જો તું જુલમની ઝૂંસરી દૂર કરે, આંગળી બતાવી ધમકી દેવાનું બંધ કરે અને ભૂંડું બોલવાથી દૂર રહે;


પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ.


સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો છે. તેમને કેદ કરીને લઈ જનારા તેમની ચોકી કરે છે અને તેમને છટકવા દેતા નથી.”


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


ત્યારે તેણે એના માલિકને પૂરેપુરું વળતર ચૂકવી આપવું અને એ ઉપરાંત વધારામાં વીસ ટકા આપવા.


સઘળા લોકો અને પશુઓએ કંતાનનાં વસ્ત્ર ધારણ કરવાં. સૌએ ઈશ્વર આગળ ખરા દિલથી પ્રાર્થના કરવી, અને પોતાના દુષ્ટ માર્ગો તથા જુલમ તજી દેવાં.


“વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો.


કારણ, હું જોઉં છું કે તું અદેખાઈથી ભરેલો અને પાપનો કેદી છે.”


સર્વ ગુલામોએ પોતાના માલિકોને આદરપાત્ર ગણવા જોઈએ, જેથી ઈશ્વરના નામનું કે આપણા શિક્ષણનું કોઈ ભૂંડું બોલે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan