Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તો તું યહોવામાં આનંદ પામીશ; અને હું પૃથ્વીનાં ઉચ્ચસ્થાઓ પર તને સવારી કરાવીશ; અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ:” કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તો તું યહોવાહમાં આનંદ પામશે; અને હું પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર તને સવારી કરાવીશ; હું તારા પિતા યાકૂબના વારસાથી તારું પોષણ કરીશ - કેમ કે યહોવાહનું મુખ એ બોલ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તો પછી તમે યહોવામાં ઉત્સવ કરશો અને યહોવા તમને ધરતીનાં ઊંચા શિખરો પર સ્થાપિત કરશે, અને તમને તમારા પૂર્વજ યાકૂબનો વારસો ભોગવવા મળે એવું કરશે. આ યહોવાના પોતાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:14
23 Iomraidhean Croise  

તું સર્વસમર્થમાં આનંદ કરીશ, અને ઈશ્વર તરફ આનંદથી તારું મુખ ઉઠાવશે.


ત્યારે શું તે સર્વસમર્થમાં આનંદ માણશે અને ઈશ્વર પ્રત્યે પ્રાર્થના સર્વદા જારી રાખશે?


તે કહે છે, ‘ઈશ્વરમાં મગ્ન થવાથી માણસને કોઈ પ્રકારનો લાભ થતો નથી.’


ઈશ્વરે તેમની ભૂમિ પોતાના ઇઝરાયલી લોકને વારસા તરીકે આપી.


તેમનો પ્રદેશ તેમણે ઇઝરાયલને વારસા તરીકે આપ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


તેઓ તમારા ઘરની વિપુલતાથી ધરાશે, અને તમારા આહ્લાદક ઝરણાંમાંથી પીને તૃપ્ત થશે.


પરંતુ નમ્રજનો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, તેઓ તેની વિપુલ સમૃદ્ધિમાં રાચશે.


પ્રભુમાં મગ્ન રહે; અને તે તારા દયની આકાંક્ષાઓ પૂરી પાડશે.


એવો માણસ જ્યાં અખૂટ ખોરાક પાણીનો જથ્થો સંઘરેલો હોય તેવા પર્વતની ટોચે આવેલા કિલ્લાની સલામતી પામશે.


પ્રભુના પુસ્તકમાં શોધ કરીને વાંચો: ત્યાં આ પ્રાણીઓમાંથી એકેય ખૂટતું નહિ હોય અને એમાંનું એકેય પોતાના સાથી વગરનું નહિ હોય. કારણ, પ્રભુએ એવી આજ્ઞા કરી છે. તે પોતાના સામર્થ્યથી તેમને એકઠાં કરશે.


પછી પ્રભુનું ગૌરવ પ્રગટ થશે, અને સમસ્ત માનવજાત તે જોશે. કારણ, એ પ્રભુના મુખની વાણી છે.”


હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.


“મેં મારા મનમાં વિચાર્યું: હું ઇઝરાયલને પુત્રો તરીકે સ્વીકારવા કેવો તત્પર છું! હું તેમને વારસામાં સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ અને રળિયામણો દેશ આપીશ. તેથી મેં કહ્યું: ‘તમે મને પિતા કહો, મને સદા અનુસરો અને મારો ત્યાગ કરશો નહિ’.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ”


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


“પ્રભુએ તેમને ઉચ્ચપ્રદેશોમાં વસાવ્યા, અને ખેતરોની પેદાશમાંથી ખવડાવ્યું; તેમણે ખડકોની બખોલમાં મળતા મધથી; પથરાળ પ્રદેશમાં પાંગરતાં ઓલિવવૃક્ષોના તેલથી,


હે ઇઝરાયલ, તમે આશીર્વાદિત છો! પ્રભુએ જેમનો ઉધાર કર્યો હોય એવી તમારા જેવી બીજી કઈ પ્રજા છે? પ્રભુએ ઢાલરૂપે તમારું રક્ષણ કર્યું અને તલવાર રૂપે તમને વિજય અપાવ્યો. તમારા શત્રુઓ તમારી દયાની યાચના કરશે અને તમે તેમની પીઠ ખૂંદી નાખશો.”


તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો.


તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


Lean sinn:

Sanasan


Sanasan