Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હું પ્રભુ તને સતત દોરવણી આપતો રહીશ અને સૂક્ભઠ પ્રદેશમાં પણ તને તૃપ્ત કરીશ. હું તને તંદુરસ્ત અને મજબૂત બાંધાનો રાખીશ. તું પુષ્કળ પાણી પાયેલી વાડી જેવો અને કદી સૂકાઈ ન જાય એવા પાણીના ઝરા જેવો થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે, ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માનાં સૂકા પ્રદેશને તૃપ્ત કરશે અને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:11
35 Iomraidhean Croise  

દુકાળમાં તે તને મૃત્યુથી બચાવશે, અને યુદ્ધ સમયે તલવારના ઝાટકાથી ઉગારશે.


તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે.


તે તૃષાતુર જનોને તૃપ્ત કરે છે, અને ક્ષુધાતુર જનોને ઉત્તમ વસ્તુઓથી સંતુષ્ઠ કરે છે.


નમ્રજનોને તે સાચે માર્ગે દોરે છે અને તેમને પોતાના માર્ગ વિશે શીખવે છે.


પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’


ઈશ્વર તેમને કમોતથી ઉગારે છે અને તેમને દુકાળમાં પણ જીવતા રાખે છે.


કપરા સમયોમાં પણ તેમને લજ્જિત થવું પડશે નહિ; દુકાળમાં પણ તેઓ તૃપ્ત રહેશે.


“આ ઈશ્વર જ સદાને માટે આપણા ઈશ્વર છે; તે આપણને જીવનપર્યંત દોરશે.”


તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો.


તેઓ વધુ ને વધુ સામર્થ્ય પામતાં આગળ વધે છે; તેઓ દેવાધિદેવ ઈશ્વરની સંમુખ હાજર થશે.


તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ફળવંત રહેશે; તેઓ સદા રસસભર અને તાજા રહેશે.


ઉદારતા દાખવનાર તેનો બદલો પામશે, “તું કોઈકને પાણી પીવડાવીશ તો કોઈક તને ય પાશે.”


આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.


લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે.


એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે.


ફૂવારા વાડીને ભીંજવે છે. વહેતા ઝરણાનાં જળ, લબાનોન પર્વત પરથી ધસી આવતાં નાળાં વાડીને સીંચે છે.


“હું પ્રભુ એની રક્ષા કરું છું અને તેને સતત સીંચું છું. કોઈ તેમાં ઉપદ્રવ ન કરે તે માટે હું તેની રાતદિવસ ચોકી કરું છું.


એવો માણસ જ્યાં અખૂટ ખોરાક પાણીનો જથ્થો સંઘરેલો હોય તેવા પર્વતની ટોચે આવેલા કિલ્લાની સલામતી પામશે.


જ્યારે મારા દીનદુ:ખિયા લોકોને પાણીની શોધ કર્યા છતાં ક્યાંયે ન મળતાં તેમની જીભ તરસને લીધે સુકાઈ જાય ત્યારે હું તેમની પ્રાર્થનાનો જવાબ આપીશ. હું ઇઝરાયલનો ઈશ્વર તેમને ત્યજી દઈશ નહિ.


તેઓ સારી પેઠે પાણી પાયેલા ઘાસની જેમ અને ઝરણાંની પાસે ઊગી નીકળતા વેલાની જેમ વૃદ્ધિ પામશે.


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


મેં તેમનું વર્તન જોયું છે, છતાં હું તેમને સાજા કરીશ. હું તેમને દોરવણી આપીશ અને તેમને સાંત્વન આપીશ. હું શોક કરનારાઓના હોઠે સ્તુતિનાં ફળ ઉત્પન્‍ન કરીશ.


જેમ ભૂમિ અંકુર ઉગાવે અને વાડી વાવેલાં બીને ફૂટાવે તેમ તમામ પ્રજાઓની સમક્ષ પ્રભુ પરમેશ્વર ન્યાયદત્ત છુટકારો અને સ્તુતિ ઊગી નીકળે તેવું કરશે.


એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે.


તે વ્યક્તિ પાણીની નજીક રોપાયેલા વૃક્ષ જેવી છે; તેનાં મૂળ ઝરણાં તરફ પહોંચે છે; તાપ પડે તેનો તેને ડર નથી; કારણ, તેનાં પાંદડાં લીલાંછમ રહે છે. તેને અનાવૃષ્ટિની પણ ચિંતા નથી! તે તો ફળ આપ્યે જ જાય છે.


તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ.


તેઓ કહેશે કે, જે ભૂમિ આજ સુધી વેરાન હતી તે એદનબાગ સમી બની ગઇ છે અને તોડી નાખેલા નિર્જન અને ખંડિયેર બનેલાં નગરોની આસપાસ કોટ બંધાયા છે અને તેઓ ફરી વસતીવાળાં બન્યાં છે.


સૂકા અને નિર્જળ પ્રદેશમાં મેં તમારું પાલન કર્યું.


પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે.


જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.”


શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ મૂકશે તેના અંતરમાંથી જીવનજળનાં ઝરણાં વહેશે.”


“જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણી ખંતથી સાંભળશો અને હું આજે જે આજ્ઞાઓ આપું છું તે બધી કાળજીપૂર્વક પાળશો તો તમારામાંનું કોઈ ગરીબ નહિ હોય; કારણ, તમારા ઈશ્વર પ્રભુ જે દેશ વારસા તરીકે તમને આપે છે તેમાં તે તમને જરૂર આશીર્વાદિત કરશે.


આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ તમારી પાસે આવવાની અમને તક આપો.


Lean sinn:

Sanasan


Sanasan