Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 58:10 - પવિત્ર બાઇબલ C.L.

10 જો તું તારા ભોજનને ભોગે પણ ભૂખ્યાઓને જમાડે અને દીનદુ:ખિયાને તૃપ્તિ પમાડે તો તારો પ્રકાશ અંધકારમાં ઝળકી ઊઠશે અને તારી ગમગીન રાત્રિ મયાહ્નના પ્રકાશમાં પલટાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તારી ઈષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે, અને દુ:ખી માણસના જીવને તૃપ્ત કરે, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે, ને તારો ગાઢ અંધખાર બપોરના જેવો થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જો તું ભૂખ્યાને ખોરાક પૂરો પાડે અને દુઃખીના જીવને તૃપ્ત કરે; તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઊઠશે અને તારો અંધકાર બપોરના જેવો થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જો ભૂખ્યાઓને તમે તમારો રોટલો આપો અને દીન દુ:ખીજનની આંતરડી ઠારો, તો પ્રકાશ અંધકારમાં પ્રકાશી ઊઠશે અને સંધ્યાકાળ તમારે માટે બપોરની જેમ ઝળાંહળાં થશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 58:10
19 Iomraidhean Croise  

મયાહ્નના કરતાં તારી જિંદગી વધુ તેજસ્વી બનશે, અને રાત્રિ સવારમાં પલટાઈ જશે.


‘અરે, તેના ખોરાકથી આપણને તૃપ્તિ મળે તો કેવું સારું’ એવું મારા તંબૂમાંના માણસોમાંથી ક્યારેય કોઈ બોલ્યું નથી.


સરળજન માટે અંધકારમાં યે પ્રકાશ પ્રગટે છે; કારણ, તે કૃપાળુ માયાળુ અને નેક છે.


તે તારી નેકીને સવારના પ્રકાશની જેમ, અને તારા દાવાની યથાર્થતાને મયાહ્નના પ્રકાશની જેમ પ્રકાશિત કરશે.


લાચારજનોની કાળજી લેનારાઓને ધન્ય છે; તેઓ સંકટમાં આવી પડે ત્યારે પ્રભુ તેમને ઉગારશે.


ગરીબો પર જુલમ ગુજારનાર પોતાના સર્જનહારનું અપમાન કરે છે; પણ કંગાલો પ્રત્યે દયા દર્શાવનાર ઈશ્વરને સન્માન આપે છે.


ગરીબોને ઉદારતાથી આપનાર કદી અછતમાં આવી પડશે નહિ, પરંતુ ગરીબોને જોઈને દષ્ટિ ફેરવી લેનાર પર તો શાપ જ વરસશે.


એ સમયે બહેરા લોકો વંચાતા પુસ્તકની વાતો સાંભળશે અને આંધળાની આંખો ધૂંધળાપણું અને અંધકારમાં થઈને જોશે.


હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી.


સમસ્ત પૃથ્વીની અન્ય પ્રજાઓ અંધકારમાં ઘેરાયેલી હશે, પણ પ્રભુ તારા પર પ્રકાશશે. તારા પર તેમના પ્રતાપનું ગૌરવ પ્રગટશે.


કોઇના પર અત્યાચાર ગુજારતો ન હોય, કે લૂંટફાટ કરતો ન હોય, દેણદારે ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો હોય, ભૂખ્યાને ભોજન અને વસ્ત્રહીનને વસ્ત્રો આપતો હોય,


દૂરદૂર વસતા લોકો આવીને પ્રભુનું મંદિર બાંધશે. જ્યારે તે બંધાઈ જાય ત્યારે તમે જાણશો કે પ્રભુએ મને મોકલ્યો છે. તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળશો તો એ બધું પરિપૂર્ણ થશે.


એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તારે એક બાબત કરવાની જરૂર છે. તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને તેમાંથી ઊપજેલા પૈસા ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે; પછી આવીને મને અનુસર.”


“જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણી ખંતથી સાંભળશો અને હું આજે જે આજ્ઞાઓ આપું છું તે બધી કાળજીપૂર્વક પાળશો તો તમારામાંનું કોઈ ગરીબ નહિ હોય; કારણ, તમારા ઈશ્વર પ્રભુ જે દેશ વારસા તરીકે તમને આપે છે તેમાં તે તમને જરૂર આશીર્વાદિત કરશે.


Lean sinn:

Sanasan


Sanasan