Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:2 - પવિત્ર બાઇબલ C.L.

2 સીધે માર્ગે ચાલનારાઓ મૃત્યુશૈયા પર નિરાંતે પોઢી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે શાંતિમાં પ્રવેશ કરે છે; જે સીધો ચાલે છે તે પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે શાંતિમાં પ્રવેશ કરે છે; જેઓ સીધા ચાલે છે તેઓ પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દેવનો ડર રાખીને સત્યને માર્ગે ચાલનારાઓ મૃત્યુમાં શાંતિ અને આરામ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:2
19 Iomraidhean Croise  

અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર.


દાવિદનગરમાં તેણે પોતાના માટે ખડકમાં ખોદાવેલી કબરમાં તેને દફનાવવામાં આવ્યો. તેમણે તેના મૃતદેહને દફન માટે અત્તરો અને સુગંધી તેલો લગાડયાં અને તેના મરણનો શોક પાળવા મોટું દહન કર્યું.


ત્યાં મૃત્યુલોક શેઓલમાં દુષ્ટોય ચૂપ થઈ જાય છે, અને થાકેલાઓ ત્યાં વિશ્રામ પામે છે.


નિર્દોષને લક્ષમાં લે, અને પ્રામાણિકને નિહાળ; શાંતિપ્રિય મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હોય છે.


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


પૃથ્વીના બધા રાજાઓ પૂરા સન્માનથી પોઢયા છે; પ્રત્યેક પોતાની કબરમાં છે. પણ તારું તો દફન પણ થયું નહિ!


હે પ્રભુ, તમે સદાચારીઓનો માર્ગ સીધો કરો છો અને તેમનો ચાલવાનો રસ્તો સપાટ કરો છો.


પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’


લડાઇમાં માર્યા ગયેલાઓની વચ્ચે એલામ પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના સૈનિકોની કબરો છે, એ બધા બેસુન્‍નતીઓ લડાઇમાં માર્યા ગયા હતા. પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, પણ અત્યારે તેઓ અપમાનિત થઇને મૃત્યુલોક શેઓલમાં પડયા છે અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની સ્થિતિ ભોગવે છે.


“અને દાનિયેલ, તું અંત સુધી વિશ્વાસુ રહે. તું મરણ તો પામીશ, પણ અંતના સમયે તારો વારસો પામવાને તું સજીવન થશે.”


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


તે ગરીબ માણસ મરી ગયો અને દૂતો તેને અબ્રાહામની પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો.


“હે પ્રભુ, હવે તમારા સેવકને તમારા વચન પ્રમાણે શાંતિથી જવા દો;


પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસને લીધે તું ઊગરી ગઈ છે. શાંતિથી જા.”


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


અમે હિંમતવાન છીએ, અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરરૂપી ઘર છોડી દેવાનું વધુ પસંદ કરીએ છીએ.


આ બંનેની વચ્ચે હું મૂંઝવણમાં છું. આ જીવન ત્યજી દઈને ખ્રિસ્તની સાથે રહેવા હું ચાહું છું. કારણ, તે ઘણી રીતે ચઢિયાતું છે.


પછી મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, “આ વાત લખી લે: ‘હવે પછી પ્રભુ પરના વિશ્વાસમાં રહેતાં મરણ પામનારને ધન્ય છે!” આત્મા જવાબ આપે છે, “ખરેખર તેમને ધન્ય છે. તેઓ તેમના સખત પરિશ્રમમાંથી આરામ પામશે, કારણ, તેમનાં સેવાકાર્યનાં ફળ તેમની સાથે જાય છે.”


Lean sinn:

Sanasan


Sanasan