Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:15 - પવિત્ર બાઇબલ C.L.

15 ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જે અનંતકાળથી ઉચ્ચ અને ઉન્નત છે, તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે, “હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું, પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:15
72 Iomraidhean Croise  

અબ્રાહામે બેરશેબામાં પ્રાંસનું વૃક્ષ રોપ્યું અને ત્યાં સાર્વકાલિક ઈશ્વર યાહવેને નામે ભજન કર્યું.


“પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય?


અને યરુશાલેમ તથા તેના લોકને શિક્ષા કરવાની મારી ધમકી સાંભળીને તેં પશ્ર્વાતાપ કર્યો છે અને પસ્તાવામાં તારાં વસ્ત્ર ફાડયાં છે અને મારી આગળ રુદન કરીને તું દીન થઈ ગયો છે, તેથી મેં તારી પ્રાર્થના સાંભળી છે,


લોકો કોઈને ઉતારી પાડે ત્યારે તું તેની ઉન્‍નતિ માટે પ્રાર્થના કરશે, તો ઈશ્વર એવા પતિતોનો ઉદ્ધાર કરશે.


તો તો મને ઘણી રાહત થાય; એ કારમી ક્તલમાં યે હું મસ્ત થઈશ. કારણ, મેં ઈશ્વરના શબ્દો ઉથાપ્યા નથી.


ઈશ્વરે પોતાના લોકો માટે મુક્તિમૂલ્ય ચૂકવ્યું છે; તેમણે સદાકાળ માટે પોતાનો કરાર સ્થાપ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.


અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે. પોતાની ઇચ્છા મુજબ કરવા તે સર્વશક્તિમાન છે,


હે સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર, તમારા તરફ હું મારી આંખો પ્રાર્થનામાં ઊંચી કરું છું.


જો કે પ્રભુ મહાન છે છતાં તે દીનજનો પ્રત્યે લક્ષ આપે છે; પણ ગર્વિષ્ઠોને તે દૂરથી ઓળખી કાઢે છે.


જો મારે સંકટમય માર્ગે ચાલવું પડે તો પણ તમે મારા જીવને સલામત રાખો છો; ક્રોધે ભરાયેલા મારા શત્રુઓ પર તમે તમારો ડાબો હાથ ઉગામશો, અને તમારા પરાક્રમી જમણા ભુજથી મને વિજય અપાવશો.


તે દયભંગિતોને સાજા કરે છે; તે તેમના ઘા રૂઝવે છે.


પ્રભુ જેમનાં મન દુ:ખથી ભાંગી પડયાં છે તેમની નિકટ છે, અને જેમનો આત્મા દુ:ખમાં દબાઈ ગયો છે તેમને તે બચાવે છે.


નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે.


હે ઈશ્વર, મારું બલિદાન તો મારો ભંગિત આત્મા છે; તમે આ ભંગિત અને વાસ્તવિક દયને ધુત્કારશો નહિ.


ત્યારે તો દહનબલિ અને સંપૂર્ણ દહનબલિ જેવાં યોગ્ય બલિદાનોથી તમે પ્રસન્‍ન થશો, અને તમારી વેદી પર આખલાઓના બલિ ચડાવાશે.


જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


પર્વતો ઉત્પન્‍ન થયા તે પહેલાં અરે, તમે વિશ્વ તથા પૃથ્વી રચ્યાં તે પહેલાં; એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી, તમે સાર્વકાલિક ઈશ્વર છો.


હે પ્રભુ, તમારું રાજ્યાસન આરંભથી અચલ છે. અનાદિકાળથી તમે હયાત છો!


હે પ્રભુ, એકમાત્ર તમે જ પૃથ્વી પર સર્વોચ્ચ છો, સર્વ દેવો કરતાં તમે શ્રેષ્ઠ છો.


તેથી તેઓ સૌ તમારા મહાન અને આરાધ્ય નામની સ્તુતિ કરો; તે પવિત્ર ઈશ્વર છે.


હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે?


તમારા વચનને વિશ્વાસુ રહીને જેમને તમે છોડાવ્યા છે તેમને તમે દોરો છો. તમારા સામર્થ્ય વડે તમે તેમને તમારી પવિત્ર ભૂમિમાં લઈ જાઓ છો.


પ્રભુ, તમે સર્વકાળ રાજ કરો છો.”


પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


એને લીધે મોશે મંડપમાં જઈ શકાયો નહિ.


જુલમગારોની લૂંટમાં હિસ્સો સ્વીકારવો, તે કરતાં જુલમપીડિતોની સાથે વિનમ્રતાથી વસવું ઉત્તમ છે.


યુગો પહેલાં, આદિકાળે, સૃષ્ટિ સર્જાઈ તે પહેલાં મારી સ્થાપના થઈ હતી.


પ્રભુએ મને કહ્યું, “કાપણીની મોસમમાં હુંફાળી રાત્રિએ ધીરેથી જામતા ઝાકળની જેમ અને ભરબપોરે પડતા બેઠા તાપની જેમ હું મારા નિવાસસ્થાનમાંથી સ્વસ્થપણે જોઈ રહીશ.


પ્રભુ સર્વોપરી છે અને તે પરમધામમાં વસે છે. સિયોનને તે ઈન્સાફ અને સદાચારથી ભરપૂર કરશે.


શું તને ખબર નથી? શું તેં સાંભળ્યું નથી? પ્રભુ તો સનાતન ઈશ્વર છે. તે જ સમસ્ત દુનિયાના સર્જનહાર છે. તે કદી નિર્ગત થતા નથી કે થાક્તા નથી. તેમની સમજણ અગમ્ય છે.


પ્રભુ કહે છે, “જુઓ, મારા સેવકની આબાદી અને ઉન્‍નતિ થશે, તેમજ તેને ઉત્તમ માન મળશે.


ઉઝિયા રાજાનું મરણ થયું તે વર્ષે મને પ્રભુનું દર્શન થયું. તે ઉચ્ચ અને ઉન્‍નત રાજ્યાસન પર બિરાજેલા હતા અને તેમના ઝભ્ભાની ઝાલરથી આખું મંદિર ભરાઈ ગયું હતું.


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


“હે પ્રભુ, આકાશમાંથી, તમારા ઉચ્ચ, પવિત્ર અને ગૌરવી ધામમાંથી અમારા પર દષ્ટિ કરો. અમારે માટે કરેલાં તમારાં મહાન કાર્યો ક્યાં છે? અમારા પ્રત્યેનો તમારો પ્રેમાવેશ ક્યાં છે? તમે તમારી મમતા અને અનુકંપા પાછી ખેંચી લીધી છે.


પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.


આકાશમાંના ઈશ્વર તરફ આપણા હાથો ઊંચા કરીએ એટલું જ નહિ, પણ સાથે આપણાં હૃદયો ખુલ્લાં કરીએ અને આવી પ્રાર્થના કરીએ:


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


તેને કહ્યું, “આખા યરુશાલેમમાં ફરી વળ અને તેમાં થતાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે જે માણસો નિસાસા નાખતા હોય અને ઝૂરતા હોય તે સર્વના કપાળ પર ચિહ્ન કર.”


આપ નામદાર જે જાણવા માગો છો તે તો દેવો સિવાય કોઈ કહી શકે તેમ નથી, અને તેઓ કંઈ માણસો મધ્યે વસતા નથી.”


આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’


રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.


તમારાં ભગ્ન હૃદયોમાં શોક છે એવું દેખાવા દો, કારણ, તમે માત્ર તમારાં વસ્ત્રો ફાડો એટલું પૂરતું નથી. પ્રભુ, તમારા ઈશ્વર પાસે પાછા આવો. તે દયાળુ અને કરુણાથી ભરપૂર છે. તે ધીરજવાન છે અને પોતાનું વચન પાળે છે; તે શિક્ષા નહિ, પણ ક્ષમા કરવાને હમેશાં તત્પર છે.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


હે માનવ, સારું શું છે તે તો પ્રભુએ તને જણાવેલું જ છે. પ્રભુ તો માત્ર આટલું જ માગે છે: ન્યાયપૂર્વક વર્તવું, પ્રેમ દાખવવો અને પ્રભુની સાથે નમ્રતાથી ચાલવું.


પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે.


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.


હવે બધી પેઢીના લોકો મને ધન્ય કહેશે, કારણ, પરાક્રમી ઈશ્વરે મારે માટે મહાન કાર્યો કર્યાં છે. તેમનું નામ પવિત્ર છે;


“પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા


તે પવિત્ર અને ભલા હતા, પણ તમે તેમનો તિરસ્કાર કર્યો અને તેમને બદલે તમે ખૂનીને મુક્ત કરવા પિલાત સમક્ષ માગણી કરી.


ઈશ્વરના અદૃશ્ય ગુણો, એટલે તેમનું સનાતન સામર્થ્ય અને તેમનો દૈવી સ્વભાવ સૃષ્ટિના આરંભથી જ સરજેલી વસ્તુઓના અવલોકન દ્વારા સ્પષ્ટ રીતે જાણી શકાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે તેમ છે જ નહિ.


ઈશ્વર અમને અમારાં સર્વ દુ:ખોમાં દિલાસો આપે છે, જેથી તેમણે અમને આપેલા દિલાસાને આધારે જેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તેમને અમે દિલાસો આપી શકીએ.


હવે તમારે તેને ક્ષમા આપવી જોઈએ, અને ઉત્તેજન આપવું જોઈએ; જેથી તે અતિશય ખિન્‍નતાથી હતાશ થઈ ન જાય.


પણ દયભંગિતોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આગમન દ્વારા અમને પ્રોત્સાહન આપ્યું.


સાર્વકાલિક ઈશ્વર તમારું નિવાસસ્થાન છે અને તમારી નીચે તમને ધરી રાખનાર સનાતન ભૂજો છે. તમે જેમ જેમ આગેકૂચ કરી તેમ તેમ તેમણે તમારા શત્રુઓને નસાડયા, અને તમને તેમનો નાશ કરવાનું કહ્યું.


સનાતન રાજા, અવિનાશી, અદૃશ્ય, અને એક જ ઈશ્વરને માન અને મહિમા યુગોના યુગો સુધી હોજો - આમીન.


માત્ર તે જ અવિનાશી છે, કોઈથી પાસે જઈ ના શકાય તેવા પ્રકાશમાં રહે છે; કોઈએ તેમને કદી જોયા નથી અને જોઈ શકતું પણ નથી. તેમને મહિમા અને સાર્વકાલિક અધિકાર હો; આમીન.


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.”


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


ફિલાદેલ્ફિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પવિત્ર અને સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે, જે ઉઘાડે તો કોઈ બંધ કરી શકતું નથી, અને બંધ કરે તો કોઈ ઉઘાડી શકતું નથી તે આમ કહે છે:


અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”


પ્રભુના જેવું કોઈ પવિત્ર નથી, તેમનો કોઈ સમોવડિયો નથી. આપણા પ્રભુ જેવો કોઈ સંરક્ષક ખડક નથી.


Lean sinn:

Sanasan


Sanasan