Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તું કોનાથી ગભરાય છે ને ડરે છે કે તું મારી સાથે કપટથી વર્તે છે, અને મને સંભારતીય નથી કે મારો વિચાર સરખોય કરતી નથી? મેં લાંબા સમયથી મૌન સેવ્યું છે એટલે તને મારો ડર લાગતો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તું કોનાથી બીધી તથા ડરી કે તું જૂઠું બોલે છે, ને મારું સ્મરણ તેં રાખ્યું નથી, ને તે ધ્યાનમાં લીધું નથી? શું કહું ઘણા દિવસથી છાનો રહ્યો, ને [તેથી] તું મારાથી નથી બીતી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તને કોની ચિંતા છે અને કોનાથી ભય લાગે છે, કે તેં કપટથી આ કાર્ય કર્યું છે? તે મારું સ્મરણ રાખ્યું નથી અને ગંભીરતાથી મારો વિચાર કર્યો નથી. હું લાંબા સમયથી છાનો રહ્યો હતો? પણ તેં મને ગંભીરતાથી લીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તું કોનાથી આટલી બધી ગભરાય છે? કે તું અસત્ય બોલી? તું મને કેવી રીતે ભૂલી ગઇ અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ? શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે તું મારો ડર રાખતી નથી?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:11
27 Iomraidhean Croise  

તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું.


છતાં તેમણે મુખથી ઈશ્વરની ખોટી ખુશામત કરી અને પોતાની જીભે તેમની સામે જૂઠું બોલ્યા.


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


તમે દુષ્ટો પર દયા રાખો છો, છતાં તેઓ કદી સચ્ચાઈથી વર્તવાનું શીખ્યા નથી. અહીં પવિત્ર દેશમાં પણ તેઓ હજી દુષ્ટતા આચરે છે અને પ્રભુના પ્રતાપને લક્ષમાં લેતા નથી.


આ લોકો તો બંડખોર, જૂઠાબોલા અને પ્રભુની શિખામણની ઉપેક્ષા કરનારા છે.


ઈશ્વર કહે છે, “હું લાંબો સમય શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને પોતાને કાબૂમાં રાખ્યો છે; પણ હવે કષ્ટાતી પ્રસૂતાની જેમ ચડી ગયેલે શ્વાસે હાંફતાં હાંફતાં બૂમ પાડીશ.


એ તો રાખ ખાવા જેવું છે. તેના મૂઢ મને તેને ભમાવ્યો છે, તેને માટે બચવાનો આરો નથી. કારણ, “તમારા જમણા હાથમાંની મૂર્તિ તો જૂઠી વસ્તુ છે,” એવું તે સ્વીકારી શક્તો નથી.


તેં કહ્યું, ‘હું તો સદાસર્વદા રાણી તરીકે રહીશ.’ પણ તેં આ બધી વાતો ધ્યાનમાં લીધી નહિ અને એનો આખરી અંજામ શો આવશે તેનો વિચાર કર્યો નહિ.


શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે!


(ટેકરીઓની ટોચે અવાજ સંભળાય છે. ઇઝરાયલના લોકો રુદનસહિત આજીજી કરે છે. કારણ, તેમણે ભ્રષ્ટ આચરણ કર્યું છે અને પોતાના ઈશ્વર પ્રભુને વીસરી ગયા છે.)


પણ સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “જે યહૂદીઓએ ખાલદીઓની શરણાગતિ સ્વીકારી લીધી છે તેમનો મને ડર છે. કદાચ મને તેમના હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મને રીબાવે.”


તમે ભયાનક ભૂલ કરી રહ્યા છો. કારણ, તમે જાતે જ મને તમારા ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના કરવા મોકલ્યો હતો, અને મને કહ્યું હતું કે, ‘તું અમારે માટે અમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કર. અમારા ઈશ્વર પ્રભુ શું કહે છે તે અમે જાણવા માંગીએ છીએ અને અમે તે પ્રમાણે કરીશું.’


જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો.


પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ મને જુઠાણાથી અને એફ્રાઈમના લોકોએ મને ઠગાઇથી ઘેરી લીધો છે. યહૂદિયાના લોકો મારી એટલે તેમના વિશ્વાસુ અને પવિત્ર ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે.”


તેથી મને બીક લાગી અને મેં જમીનમાં ખાડો ખોદીને તમારા પૈસા સંતાડી દીધા હતા. લો, તમારા પૈસા!’


પિતરે તેને પૂછયું, “અનાન્યા, શેતાનને તેં તારા દયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ, જમીન વેચવાથી મળેલા પૈસામાંથી અમુક રકમ તેં રાખી મૂકી છે.


એ દુષ્ટ વ્યક્તિ શેતાનની શક્તિ સહિત આવશે અને સર્વ પ્રકારના ચમત્કારો, જુઠ્ઠી નિશાનીઓ અને અદ્‍ભુત કાર્યો કરી બતાવશે.


આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી ફેલાય છે. લોખંડના ગરમ સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ તેમની પ્રેરકબુદ્ધિ મરેલી છે.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan