Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 57:10 - પવિત્ર બાઇબલ C.L.

10 લાંબી યાત્રાઓથી તું થાકી ગઈ, પણ ‘હવે કોઈ આશા રહી નથી’ એવું તું બોલી નહિ. તને જોમ પ્રાપ્ત થયું હોય તેમ તું હતાશ થઈ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તારો રસ્તો લાંબો હોવાને લીધે તું કાયર થઈ; તોપણ ‘કંઈ આશા નથી’ એવું તેં કહ્યું નહિ; તાજું બળ તને પ્રાપ્ત થયું; તેથી તું નબળી થઈ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તારી યાત્રા લાંબી હોવાને લીધે તું થાકી ગઈ છે, પણ “કંઈ આશા નથી” એવું તે કહ્યું નથી. તને તારા હાથમાં જીવન મળ્યું તેથી તું નબળી થઈ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 લાંબી યાત્રાથી તું થાકી જાય છે; પણ તું અટકતી નથી. તેં તારી ઇચ્છાઓને બળવત્તર કરી અને તારી શોધમાં તું આગળ વધતી ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 57:10
12 Iomraidhean Croise  

તને ઘણીબધી સલાહ મળવા છતાં તું લાચાર છે. તો હવે તારાઓના અભ્યાસીઓ, આકાશોનું વિશ્લેષણ કરનારા અને પ્રતિમાસની આગાહીઓ કરનારા તારા એ જ્યોતિષીને બોલાવ કે તારા પર ઝળુંબી રહેલી આફતમાંથી તને ઉગારે.


પણ લોકોએ જવાબ આપ્યો, “તેમ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમે તો અમારી યોજનાઓ પ્રમાણે વર્તીશું અને અમે દરેક પોતપોતાના જક્કી દયના દુરાગ્રહ પ્રમાણે આચરણ કરીશું.


મેં કહ્યું, ‘ઇઝરાયલ, જૂઠા દેવો પાછળ દોડીને તારા પગ ઘસી ન કાઢ અને તારું ગળુ સુકવી ન નાખ’ પણ તે કહ્યું, ‘એ બની શકે તેમ નથી; મને પારકા દેવો ગમે છે, અને હું તેમની પાછળ જઈશ.” ઇઝરાયલ સજાપાત્ર છે


બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.


તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી!


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


દરેક પોતાના પડોશીને છેતરે છે, અને કોઈ જ સાચું બોલતું નથી! તેમની જીભ જૂઠું બોલવાથી ટેવાઈ ગઈ છે. તેઓ દુષ્ટતા કરવામાં પાછા પડતા નથી.


બધી મહેનત વ્યર્થ જશે; કારણ, એનો ક્ટ એટલો બધો છે કે અગ્નિજવાળાઓથી પણ તે જશે નહિ.


તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે.


એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું,


Lean sinn:

Sanasan


Sanasan