Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 56:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, પ્રભુ એમને કહે છે, “જે વ્યંડળો મારા સાબ્બાથોનું પાલન કરે છે, હું પ્રસન્‍ન થાઉં એવી બાબતો પસંદ કરે છે અને મારા કરારને વળગી રહે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે, ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે, ને મારા કરારને વળગી રહે છે, તેઓ વિષે યહોવા કહે છે કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે “જે ખોજાઓ મારા વિશ્રામવારો પાળે છે અને જે મને ગમે છે તેને પસંદ કરે છે તથા મારા કરારને દૃઢતાથી વળગી રહે છે, તેઓ વિષે યહોવાહ કહે છે -

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ યહોવાના વચન છે, “જે ખોજાઓ વિશ્રામવારનું પાલન કરશે અને મારા કરારને દ્રઢતાથી વળગી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 56:4
12 Iomraidhean Croise  

તેથી ઈશ્વર સમક્ષ મારો રાજવંશ અચળ છે; કારણ, તેમણે મારી સાથે સનાતન કરાર કર્યો છે. એ કરાર સચોટ અને બાંયધરીવાળો છે; તો પછી પ્રભુ પૂરેપૂરી સહાય નહિ કરે? તે મારી ઇચ્છા ફળીભૂત નહિ કરે?


તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે.


પ્રભુની આજ્ઞાઓ અને તેમનો કરાર પાળનારાઓને માટે તેમના માર્ગો પ્રેમ અને સચ્ચાઈપૂર્ણ છે.


પણ જો તેઓ મારું શરણું સ્વીકારે તો તેમણે મારી સાથે સમાધાન કરવું રહ્યું; હા, તેમણે સમાધાન કરવું જ પડે.”


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


એ પ્રમાણે વર્તનાર અને એને વળગી રહેનાર, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનાર અને દુરાચારથી પોતાને દૂર રાખનાર માણસને હું આશિષ આપીશ.”


વળી, પ્રભુને સેવાર્થે સમર્પિત થયેલા, પ્રભુના નામ પર પ્રેમ કરનારા, તેમની ઉપાસના કરનારા, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનારા અને તેમના કરારને વળગી રહેનારા પરદેશીઓ વિષે પ્રભુ કહે છે:


પ્રભુ કહે છે, “જો તું સાબ્બાથનો ભંગ થાય તેવું કોઈ પગલું ન ભરે, મારા એ પવિત્ર દિવસે તારું પોતાનું કામક્જ બંધ રાખે, જો તું સાબ્બાથને આનંદદાયક અને મારા પવિત્ર દિવસ તરીકે માનપાત્ર ગણે, જો તું તે દિવસે મુસાફરી, ધંધોરોજગાર અને નિરર્થક વાતો નહિ કરતાં તેને માન આપીશ,


તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તે દિશામાં આગળ વધશે. તેઓ કહેશે, ‘ચાલો, આપણે પ્રભુ સાથે કદી વિસરાય નહિ એવા કાયમી કરારથી બંધાઈ જઈએ.”


પણ એક વાત જરૂરી છે અને મિર્યામે પસંદ કરેલો એ સારો હિસ્સો તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.”


ઈશ્વરનો હેતુ અફર છે એવું વચનના ભાગીદાર થનારાઓને સ્પષ્ટ થાય તે માટે તેમણે શપથ સાથે પોતાનું વચન આપ્યું.


પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.”


Lean sinn:

Sanasan


Sanasan