Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 55:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આકાશમાંથી વરસાદ અને હિમ પડે છે અને તે પાછાં ઊંચે જતાં નથી. પણ વાવવાને બિયારણ અને ખાવાને ધાન્ય મળે તે માટે પૃથ્વીમાંથી પાક ઊગી નીકળે તે માટે તેને સિંચે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે, અને ભૂમિને સિંચ્યા વિના, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછાં ફરતાં નથી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કેમ કે જેમ વરસાદ અને હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના, તેને ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનાર ને અન્ન આપ્યા વિના વચનો પાછાં ફરતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “જેમ વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે, અને ધરતીને જળથી સીંચ્યા વગર પાછા વળતા નથી; તેથી જ ધરતી ફૂલેફાલે છે અને વાવવા માટે બીજ અને ખાવા માટે અનાજ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 55:10
13 Iomraidhean Croise  

વળી, તમે માણસોના દયને આનંદિત કરનાર દ્રાક્ષાસવ, તેમના મુખને તેજસ્વી કરનાર ઓલિવ તેલ, અને તેમને શક્તિ આપનાર ખોરાક ઉપજાવો છો.


તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે.


હું તેને ઉજ્જડ કરી નાખીશ. હું તેની કાપકૂપ કરીશ નહિ કે તેની જમીન ખેડીશ નહિ. તેમાં કાંટાઝાંખરા ઊગી નીકળશે અને વાદળો તેના પર વરસે નહિ એવી હું તેમને આજ્ઞા કરીશ.


જેમ ભૂમિ અંકુર ઉગાવે અને વાડી વાવેલાં બીને ફૂટાવે તેમ તમામ પ્રજાઓની સમક્ષ પ્રભુ પરમેશ્વર ન્યાયદત્ત છુટકારો અને સ્તુતિ ઊગી નીકળે તેવું કરશે.


હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે.


મેં કહ્યું, ‘તમારે માટે પડતર જમીનનું ખેડાણ કરો, નેકી વાવો અને મારા પ્રત્યેની તમારી નિષ્ઠાથી મળતી ફસલ પ્રાપ્ત કરો. હું આવીને તમારા પર આશિષની વૃષ્ટિ કરું ત્યાં સુધી મારી પાસે હા, તમારા પ્રભુ પાસે પાછા ફરવાનો આ સમય છે’.


તે સમયે હું મારા લોક યિઝ્રએલની પ્રાર્થનાઓ સાંભળીશ. પૃથ્વી પર વરસાદ વરસાવીશ એટલે ભૂમિ અનાજ, આસવ માટે દ્રાક્ષો અને તેલ માટે ઓલિવફળ નીપજાવશે.


મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે;


તેમને આકાશ બંધ કરી દેવાની સત્તા છે, જેથી તેઓ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય તે દરમિયાન વરસાદ નહિ પડે. વળી, તેમને ઝરણાંનું પાણી રક્તમાં ફેરવી નાખવાની સત્તા પણ છે. ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરકી ફેલાવી શકે છે.


તેથી દાવિદે ફરીથી પ્રભુને પૂછી જોયું અને પ્રભુએ તેને કહ્યું, “જઈને કઈલા પર હુમલો કર. કારણ, આજે હું તને પલિસ્તીઓ પર વિજય પમાડીશ.”


Lean sinn:

Sanasan


Sanasan