Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 55:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “તમે જેઓ તરસ્યા છો તે અહીં આ પાણી પાસે આવો; જેની પાસે પૈસા ન હોય તે પણ આવો. ખોરાક વેચાતો લઈને ખાઓ. આવો, દ્રાક્ષાસવ અને દૂધ વિનામૂલ્યે ખરીદો; તમારે તેની કંઈ કિંમત ચૂકવવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 “હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે કે, “અરે, શું કોઇ તરસ્યા છે? તમારી પાસે પૈસા ન હોય તો પણ આવો અને પીઓ! આવો, વગર પૈસે અનાજ લઇ જાઓ અને ખાઓ, અને દૂધ અને દ્રાક્ષારસ વિના મૂલ્યે લઇ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 55:1
39 Iomraidhean Croise  

હું તમારી તરફ મારા હાથ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો પ્રાણ તમારે માટે તરસે છે. (સેલાહ)


હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.


“હે લોકો, હું તમને સૌને ઉદ્દેશીને કહું છું; હું સમસ્ત માનવજાતને પોકાર પાડું છું.


જ્ઞાને પોતાનું નિવાસસ્થાન બાંધ્યું છે, તેણે સાત સ્તંભ કોતરી કાઢયા છે.


તારા હોઠોથી મને ચુંબન પર ચુંબન દે; કારણ કે તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં ય ચઢિયાતી છે.


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.


કારણ, હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર વરસાદ વરસાવીશ. હું તારાં સંતાન પર મારો આત્મા રેડીશ અને તારા વંશજો પર આશિષની વૃષ્ટિ કરીશ.


પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “તમે વિનામૂલ્ય ગુલામ તરીકે વેચાયા હતા. તેથી તમે વિનામૂલ્યે છોડાવી લેવાશો.


અમારે પીવાનું પાણીય વેચાતું લેવું પડયું છે. બળતણ માટેનું લાકડુંય અમારે ખરીદવું પડયું છે.


પછી તે મને મંદિરના પ્રવેશદ્વાર પર પાછો લાવ્યો. મંદિરના ઉંબરા નીચેથી પાણી પૂર્વ તરફ વહેતાં હતા; કારણ, મંદિરનું મુખ પૂર્વદિશામાં હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ દિશાએ થઈને વહેતાં હતાં.


જ્યાં જ્યાં એ પાણી વહે છે ત્યાં ત્યાં સર્વ પ્રકારનાં પ્રાણીઓ અને માછલાંનાં ટોળેટોળાં જીવશે. એ નદી મૃતસમુદ્રનાં પાણીને પણ મીઠાં બનાવશે અને જ્યાં જ્યાં તે વહેશે ત્યાં ત્યાં જીવન પ્રસારશે.


પ્રભુ કહે છે, “હું મારા લોકને છોડાવીને મારી પાસે પાછા લાવીશ. હું તેમના પર મારા પૂરા દયથી પ્રેમ રાખું છું. હવે હું તેમના પર કોપાયમાન નથી.


તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.


ઇઝરાયલના લોકો સૈનિક જેવા મજબૂત થશે. તેઓ દ્રાક્ષાસવ પીનારાના જેવા આનંદી થશે. આ વિજયને તેમના વંશજો યાદ કરશે અને પ્રભુના એ કાર્યને લીધે તેઓ આનંદિત બનશે.


પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “મેં તમને સર્વ દિશામાં વિખેરી નાખ્યા. પણ હવે તમે બેબિલોનથી નાસી છૂટો અને યરુશાલેમ પાછા ફરો.


સર્વસમર્થ પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરશે. તે તેમના શત્રુઓનો નાશ કરશે. તે પીધેલા માણસોની જેમ યુદ્ધમાં હોંકારા મારશે, અને તેમના શત્રુઓનું રક્ત વહેવડાવશે; પ્યાલામાંથી વેદી પર રેડાતા રક્તની જેમ તેમનું રક્ત વહી નીકળશે.


માંદાંઓને સાજાં કરો, મરેલાંઓને સજીવન કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો અને અશુદ્ધ આત્માઓને હાંકી કાઢો. તમને એ દાન મફત મળેલાં છે; તેથી મફત આપો.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.


હું તમને કહું છું: મારા પિતાના રાજમાં હું નવો દ્રાક્ષારસ ન પીઉં, ત્યાં સુધી હું દ્રાક્ષારસ પીનાર નથી.


ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા ધરાવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને તૃપ્તિ પમાડશે.


પણ પિતરે જવાબ આપ્યો, “તું અને તારા પૈસા જાય જહન્‍નમમાં! ઈશ્વરની ભેટને તું પૈસાથી ખરીદવાનો વિચાર કરે છે?


પણ ઈશ્વરની કૃપાથી ખ્રિસ્ત ઈસુ દ્વારા મળતા છુટકારાને લીધે તેઓ સૌને વિના મૂલ્યે નિર્દોષ ઠરાવવામાં આવે છે.


મેં તો તમને દૂધ પાયું હતું, ભારે ખોરાક નહિ; કારણ, તમે ભારે ખોરાક પચાવવા સમર્થ નહોતા; હજુ પણ તમે તેને માટે યોગ્ય નથી.


નવા જન્મેલાં બાળકોની જેમ નિર્મળ આત્મિક દૂધ પીવાને સદા તત્પર રહો.


અને તેણે કહ્યું, “સઘળું પૂરું થયું. હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત છું. જેમને આત્મિક તરસ છે તેમને હું જીવનજળના ઝરણામાંથી વિનામૂલ્યે પીવડાવીશ.


પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી.


પવિત્ર આત્મા અને કન્યા બન્‍ને કહે છે, “આવો!” આ જે સાંભળે તે દરેક પોકારે, “આવો!” જે તરસ્યો હોય તે આવે અને જે ચાહે તે જીવનજળ વિનામૂલ્યે મેળવે.


તેથી ધનવાન થવા માટે મારી પાસેથી ચોખ્ખું સોનું વેચાતું લે, તારી શરમજનક નગ્નતા ઢાંકવા માટે મારી પાસેથી સફેદ વસ્ત્રો વેચાતાં લે. તું જોઈ શકે માટે મારી પાસેથી અંજન વેચાતું લે.


બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો.


Lean sinn:

Sanasan


Sanasan