Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 54:7 - પવિત્ર બાઇબલ C.L.

7 “મેં તને પળવાર તજી દીધી હતી. પણ અપાર પ્રેમથી હું તને પાછી બોલાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મેં ક્ષણવાર તને તજી હતી:પણ હવે પુષ્કળ દયાથી હું તને સમેટીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 “મેં ક્ષણવાર તને તજી હતી, પણ હવે પુષ્કળ દયાથી હું તને સ્વીકારીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવા કહે છે, “મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો. પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 54:7
34 Iomraidhean Croise  

હે યાહવે, અમારા ઈશ્વર, અમને ઉગારો. તમારા પવિત્ર નામનો આભાર માનવાને, તમારી સ્તુતિમાં જયજયકાર કરવાને અમને વિવિધ દેશોમાંથી પાછા એકત્ર કરો.


અને તેમણે તમને વિભિન્‍ન દેશોમાંથી, એટલે, પૂર્વ અને પશ્ર્વિમમાંથી ઉત્તર અને દક્ષિણમાંથી પાછા એકત્ર કર્યા છે.


કારણ કે તેમનો કોપ ક્ષણિક છે, પણ તેમની કૃપા જીવનભર ટકે છે. રાત રુદનમાં વીતે, પણ સવારે હર્ષનાદ થાય છે.


મેં તો મારી આબાદીના સમયે વિચારેલું કે, “હું કદી ડગીશ નહિ.”


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


પ્રભુ પ્રજાઓ માટે સંકેતની વજા ફરકાવશે અને દેશવટો પામેલા ઇઝરાયલીઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલા લોકોને પૃથ્વીની ચારે દિશામાંથી ભેગા કરશે.


તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો.


પ્રભુ ફરીથી યાકોબના વંશજો પર દયા કરશે; હા, તે ઇઝરાયલને પોતાના લોક તરીકે ફરીથી પસંદ કરશે. તે તેમને ફરીથી પોતાના વતનમાં વસાવશે. પરદેશીઓ પણ ત્યાં આવીને યાકોબના વંશજોની સાથે સાથે રહેશે.


હે મારા લોક, તમારા ઘરમાં પેસી જઈ તેનાં બારણાં બંધ કરી દો. ઈશ્વરનો કોપ પૂરો થાય ત્યાં સુધી તેમાં સંતાઈ રહો.


તે દિવસે, જેમ ઘઉં ઉપણીને સાફ કરવામાં આવે છે તેમ પ્રભુ યુફ્રેટિસ નદીથી તે ઇજિપ્તની સરહદ સુધી એક પછી એક બધા ઇઝરાયલીઓને એકત્ર કરશે.


ઈશ્વરે પોતાના લોકને દેશવટે મોકલી દઈને તેમને શિક્ષા કરીને અને તેમને પૂર્વના પવનના સપાટે કાઢી મૂક્યા છે.


તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


હે આકાશો, આનંદ કરો! હે પૃથ્વી, હર્ષનાદ કર! હે પર્વતો, જયજયકાર કરો! કારણ, પ્રભુએ પોતાના લોકને દિલાસો આપ્યો છે. તેમણે પોતાના દુ:ખી લોક પર દયા દાખવી છે.


તારી આંખો ઉઠાવીને ચારે બાજુ નજર ફેરવ. તારા સર્વ લોક એકઠા થઈ રહ્યા છે, તેઓ તારી પાસે આવી રહ્યા છે. હું પ્રભુ, મારા જીવના સમ ખાઈને કહું છું કે તું તેમને સૌને આભૂષણોની જેમ ધારણ કરીશ અને જેમ કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તું તેમને અપનાવી લઈશ.


ત્યારે તું તારા મનમાં કહીશ, “આ બધાં બાળકોને કોણે જન્મ આપ્યો? મને તો સંતાનવિયોગ થયેલો અને બીજાં સંતાનની તો આશા નહોતી! મને તો દેશનિકાલમાં ઘસડી જવામાં આવી હતી અને તજી દેવામાં આવી હતી. તો એમને કોણે ઉછેર્યાં? હું તો એકલીઅટૂલી હતી, તો પછી આ બધાં આવ્યાં ક્યાંથી?”


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


દેશવટો પામેલા ઇઝરાયલીઓને પાછા એકઠા કરનાર પ્રભુ પરમેશ્વર કહે છે, “જેમને મેં એકત્ર કર્યા છે તે ઉપરાંત હું બીજાઓને પણ એકઠા કરીશ.”


પ્રભુ યરુશાલેમને કહે છે, “પરદેશીઓ તારા કોટ ફરી બાંધશે અને રાજાઓ તારી સેવા કરશે. જો કે મેં મારા ક્રોધમાં તને શિક્ષા કરી હતી, પણ હવે હું તારા પર કૃપા અને અનુકંપા દાખવીશ.


તારી નજર ઊંચી કરીને ચારે તરફ જો. તારા લોક એકઠા થઈ રહ્યા છે; તેઓ તારી પાસે આવે છે. તારા પુત્રો દૂરદૂરથી આવશે અને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.


તું ફરીથી ‘અઝુબા’ ચત્યક્તધૃકહેવાશે નહિ, તેમ જ તારો દેશ ‘શમામા’ ચવેરાનૃકહેવાશે નહિ; પણ તું ‘હેફસીબા’ ચમારો આનંદૃકહેવાશે અને તારો દેશ ‘બેઉલા’ ચપરિણીતધૃકહેવાશે. કારણ, પ્રભુ તારા પર પ્રસન્‍ન છે, અને તારા દેશને માટે તે પતિ જેવા બની રહેશે.


હું પ્રભુના અચલ પ્રેમનું બયાન કરીશ અને આપણે માટેનાં તેમનાં બધાં કાર્યો માટે તેમજ પોતાની દયા અને અવિરત પ્રેમને લીધે તેમણે ઇઝરાયલી પ્રજાના કરેલા મહાન કલ્યાણને માટે હું તેમની સ્તુતિ કરીશ.


હું સર્વ પ્રજાઓ અને ભાષાઓના લોકોને એકઠા કરવા આવી રહ્યો છું. તેઓ આવીને મારું ગૌરવ જોશે.


જો કે તેમની ભૂમિ મારી એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધના પાપથી ભરપૂર હતી, છતાં મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ અને યહૂદિયાને તજી દીધા નથી.


પ્રભુ દયાળુ છે. તે આપણને કાયમને માટે નકારી કાઢશે નહિ.


જો કે તે આપણા પર દુ:ખ લાવે, તોય તે દયા દાખવશે, કારણ, આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ અવિચળ છે.


હું તમને અન્ય પ્રજાઓમાંથી મુક્ત કરીને સર્વ દેશોમાંથી એકત્ર કરીશ અને તમને તમારા દેશમાં પાછા લાવીશ.


પ્રભુ કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું અપંગોને, એટલે જેમને મેં દેશનિકાલીમાંથી હાંકી કાઢી દુ:ખી કર્યા છે તેમને ભેગા કરીશ.


ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.


અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે.


ઈશ્વરનો હેતુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય એ રીતે સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને એક કરવાનો છે; એ હેતુ તે યોગ્ય સમયે પરિપૂર્ણ કરશે.


તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પર દયા કરીને તમારી દુર્દશા પલટી નાખીને તમને આબાદ કરશે. જે દેશોમાં તેમણે તમને વિખેરી નાખ્યા હતા ત્યાંથી તે તમને તમારા દેશમાં પાછા એકત્ર કરશે.


ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.”


પણ પ્રિયજનો, આ એક વાત ભૂલી જશો નહિ. પ્રભુની દૃષ્ટિમાં એક દિવસ એક હજાર વર્ષ જેવો છે અને હજાર વર્ષ એક દિવસ જેવાં છે. તેમને મન તો બંને સરખાં છે.


Lean sinn:

Sanasan


Sanasan