Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 54:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે સંતાનવિહોણી વંધ્યા સમી યરુશાલેમ નગરી! તું હવે હર્ષનાદ અને જયજયકાર કર. પતિએ કદી તજી દીધી ન હોય તેવી સ્ત્રી કરતાં ત્યક્તાનાં સંતાન વિશેષ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 “હે સંતાનવિહોણી, જેણે બાળકને જન્મ આપ્યો નથી તે તું હર્ષનાદ કર; જેણે પ્રસવવેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જયઘોષ કર; કેમ કે યહોવા કહે છે કે, તજાયેલીનાં છોકરાં પરણેલીનાં છોકરાં કરતાં ઘણાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “હે સંતાન વિનાની, જેણે બાળકને જન્મ આપ્યો નથી; જેણે પ્રસૂતિની પીડા સહન કરી નથી તે, તું હર્ષનાદ અને જયઘોષ કર. કેમ કે યહોવાહ કહે છે, તજાયેલીનાં છોકરાં પરણેલીનાં છોકરાં કરતાં વધારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી, તું મુકત કંઠે ગીત ગા, આનંદના પોકાર કર; “કારણ, યહોવાના આશીર્વચન છે કે, સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 54:1
21 Iomraidhean Croise  

સારાએ કહ્યું, “ઈશ્વરે મને હસવાનો પ્રસંગ આપ્યો છે. મારી આ વાત સાંભળનાર સૌ કોઈ હસશે.”


ઈશ્વરની આશિષ વંધ્યાને સંતાનોની આનંદી માતા બનાવે છે અને વંધ્યાને તેના જ ઘરમાં વસાવે છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


અમારે એક નાની બહેન છે; તેનાં સ્તન હજી ઉપસ્યાં નથી. જ્યારે તેનું માગું આવશે ત્યારે અમે શું કરીશું?


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


બચી ગયેલાઓ આનંદથી પોકારશે. પશ્ર્વિમના લોકો પ્રભુના પ્રતાપની ઘોષણા કરશે,


હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો અને વન તથા તેમાંનાં બધાં વૃક્ષો, તમે આનંદનાં ગીત ગાવા માંડો! કારણ, પ્રભુએ યાકોબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે.


હે આકાશો, આનંદ કરો! હે પૃથ્વી, હર્ષનાદ કર! હે પર્વતો, જયજયકાર કરો! કારણ, પ્રભુએ પોતાના લોકને દિલાસો આપ્યો છે. તેમણે પોતાના દુ:ખી લોક પર દયા દાખવી છે.


તને તો ખંડિયેર અને ઉજ્જડ બનાવી દેવામાં આવી હતી અને તારી ભૂમિ વેરાન બની ગઈ હતી. પણ હવે તેમાં વસવા આવનાર તારા લોક માટે તારો વિસ્તાર સાંકડો પડશે. તને પાયમાલ કરનારાઓને તો તારી મધ્યેથી દૂર કરી દેવામાં આવશે.


દેશનિકાલ દરમ્યાન જન્મેલાં તારાં બાળકો તને કહેશે, ‘આ તો બહુ સાંકડી જગ્યા છે, અમને વસવાને વિશાળ જગ્યા કરી આપ.’


તું ફરીથી ‘અઝુબા’ ચત્યક્તધૃકહેવાશે નહિ, તેમ જ તારો દેશ ‘શમામા’ ચવેરાનૃકહેવાશે નહિ; પણ તું ‘હેફસીબા’ ચમારો આનંદૃકહેવાશે અને તારો દેશ ‘બેઉલા’ ચપરિણીતધૃકહેવાશે. કારણ, પ્રભુ તારા પર પ્રસન્‍ન છે, અને તારા દેશને માટે તે પતિ જેવા બની રહેશે.


સિયોનનગરી તો વેદના થયા પહેલાં બાળકને જન્મ આપી દેનાર અને કષ્ટ ઊપડે તે પહેલાં પુત્ર જણી દેનાર સ્ત્રી જેવી છે.


હે સિયોનના લોકો, હે ઇઝરાયલના લોકો, હર્ષનાદ કરો; હે યરુશાલેમના લોકો, તમારા પૂરા દયથી આનંદ કરો!


હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે.


કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “હે વંધ્યા, તું હર્ષનાદ કર. જેણે કદી પ્રસવવેદના અનુભવી નથી તે તું આનંદથી પોકાર! કારણ, પોતાના પતિના સહવાસમાં રહેતી સ્ત્રી કરતાં એકલી રખાતી સ્ત્રીનાં વંશજો ઘણાં થશે.”


અગાઉ તૃપ્ત થયેલાઓ આજે ખોરાકને માટે મજૂરી કરે છે, પણ ભૂખ્યાઓ તૃપ્ત થાય છે. વંધ્યાએ સાત છોકરાને જન્મ આપ્યો છે, પણ ઘણાં છોકરાની માતા સંતાનોના વિરહથી ઝૂરે છે.


Lean sinn:

Sanasan


Sanasan