Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 53:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેને જોરજુલમથી અને અદાલતી કાર્યપ્રણાલી વિના લઈ જવામાં આવ્યો. તેના જમાનાના લોકમાંથી કોને એ વાતનો ખ્યાલ આવ્યો કે, મારા લોકના અપરાધને લીધે તેને મૃત્યુદંડ દેવાયો અને જીવતાઓની ભૂમિ પરથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો; તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે, મારા લોકોના અપરાધોને લીધે તેના પર માર પડયો, ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જુલમથી તથા ન્યાયચુકાદાથી તેને અપરાધી ઠરાવવામાં આવ્યો; તેની પેઢીનાં માણસોમાંથી કોણે તેના વિષે કંઈ વિચાર કર્યો? પણ તેને જીવતાઓની ભૂમિમાંથી કાપી નાખવામાં આવ્યો; મારા લોકોના અપરાધોને લીધે તેને શિક્ષા થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 53:8
15 Iomraidhean Croise  

ચૌટે બેસનારા મારે વિષે ચર્ચા કરે છે, અને નશાબાજો મારે વિષે ગીતો રચે છે.


હું તો મૃતદેહો વચ્ચે તજી દેવાયેલા જેવો છું; અને જેમનું તમે ફરી સ્મરણ કરવાના નથી અને જેઓ તમારા સંરક્ષક હાથથી વંચિત થયા છે, તેવા કપાઈને કબરમાં નંખાયેલા લોકો જેવો હું બન્યો છું.


તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.


પણ તે આપણા અપરાધોને લીધે વીંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે.


એ પહેલાં તો હું નિર્દોષ ઘેટાને ક્તલ માટે લઈ જવામાં આવે છે તેના જેવો અજાણ હતો. તેઓ મારી જ વિરુદ્ધ પ્રપંચ રચી રહ્યા છે તેની મને ખબર નહોતી. તેઓ કહેતા હતા, “વૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે ત્યારે જ તેને કાપી નાખીએ; આપણે તેને આ જીવતાંની દુનિયામાંથી હણી નાખીએ, કે જેથી કોઈ તેનું નામ યાદ કરે નહિ.”


મારી ઉપર પાણી ફરી વળ્યાં એટલે હું બોલી ઊઠયો, “મારું મોત નજીક આવી પહોંચ્યું છે.”


એ સમયને અંતે ઈશ્વરના અભિષિક્ત આગેવાનને અન્યાયથી મારી નાખવામાં આવશે. તે પછી એક પરાક્રમી રાજાના આક્રમક સૈન્યથી શહેરનો અને મંદિરનો નાશ થશે. રેલની જેમ અંત આવશે અને તે ઈશ્વરે નક્કી કર્યા મુજબ યુદ્ધ અને વિનાશ લાવશે.


ઈસુ ખ્રિસ્તના પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: તે દાવિદના વંશજ હતા, દાવિદ અબ્રાહામનો વંશજ હતો.


યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.”


તેનું અપમાન કરવામાં આવ્યું, અને તેને ન્યાય મળ્યો નહિ. તેના વંશજો અંગે કોઈ કહી શકશે નહિ. કારણ, પૃથ્વી પરના તેના જીવનનો અંત આવી ગયો.”


પણ પવિત્ર આત્માના પ્રતાપે તે ફરીથી સજીવન થયા, અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan