Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 53:4 - પવિત્ર બાઇબલ C.L.

4 સાચે જ તેણે તો આપણાં દર્દ અપનાવ્યાં અને આપણાં દુ:ખ ઉપાડયાં છે. છતાં જેને ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય અને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ખચીત તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુ:ખ વેઠયાં છે; પણ આપણે તો તેને હણાયેલો, ઈશ્વરથી માર પામેલો, તથા પીડિત થયેલો માન્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ નિશ્ચે તેણે આપણી માંદગી માથે લીધી અને આપણાં દુ:ખ વેઠ્યાં છે; પણ આપણે તો તેને ઈશ્વરથી શિક્ષા પામેલો, ઈશ્વર દ્વારા મારવામાં આવેલો તથા પીડિત થયેલો માન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 53:4
19 Iomraidhean Croise  

કારણ, જેને તમે શિક્ષા કરી છે, તેના પર તેઓ જુલમ કરે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે, તેની પીડા વિષે તેઓ ખુશ થઈને ગુસપુસ વાતો કરે છે.


તેમની અનીતિ માટે તેમને સજા પર સજા ફટકારો, અને તમારા ઉદ્ધારથી તેમને વંચિત રાખો.


હું મારા ભાઈઓ માટે અજાણ્યા જેવો અને મારા માજણ્યાઓ માટે પરદેશી જેવો બન્યો છું.


છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.


પછી અઝાઝેલને માટે નક્કી થયેલો બકરો પ્રભુ સમક્ષ જીવતો રજૂ કરવો અને લોકોનાં પાપ દૂર કરવાને માટે અઝાઝેલને માટેના બકરાને વેરાનપ્રદેશમાં મોકલી આપવો.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


પિતર અને ઝબદીના બે પુત્રોને તેમણે પોતાની સાથે લીધા. તે શોક અને દુ:ખમાં ડૂબી ગયા.


યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: તેણે જાતે જ આપણાં દર્દ લઈ લીધાં અને આપણા રો દૂર કર્યા.


યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.”


આપણા અપરાધોને લીધે ઈસુને મરણને આધીન કરવામાં આવ્યા અને આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ ગણાઈને સ્વીકૃત થઈએ માટે તેમને સજીવન કરવામાં આવ્યા.


ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.”


તે જ પ્રમાણે ઘણાનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્તનું રક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. તેઓ બીજીવાર પાપના સંબંધમાં નહિ, પરંતુ જેઓ તેમની પ્રતીક્ષા કરે છે તેમનો ઉદ્ધાર કરવા પ્રગટ થશે.


ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


ખ્રિસ્તની મારફતે જ આપણાં પાપની આપણને માફી મળે છે; ફક્ત આપણાં જ નહિ પણ સર્વ માણસોનાં પાપની માફી મળે છે.


Lean sinn:

Sanasan


Sanasan