Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 53:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તે તો માણસોથી તિરસ્કાર પામેલો અને તરછોડાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. તે તો જેને જોઈને માણસો પોતાનું મુખ સંતાડી દે તેવો ઉપેક્ષા પામેલો હતો અને આપણે તેને વિસાત વિનાનો ગણ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો; દુ:ખી પુરુષ ને દરદનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ, એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે માણસોથી ધિક્કારાયેલો તથા નકારાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી. જેને જોઈને માણસો પોતાનું મુખ ફેરવી લે, એવો ધિક્કાર પામેલો તે હતો; અને આપણે તેની કદર કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 53:3
38 Iomraidhean Croise  

પરંતુ હું પીડિત છું અને વેદના અનુભવું છું. હે ઈશ્વર, તમારી ઉદ્ધારક શક્તિથી મને ઊંચો ઉઠાવો.


કબરમાં જનારાઓમાં મારી ગણતરી થાય છે; હું લાચાર માણસના જેવો બન્યો છું.


જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


મને ફટકારનારની આગળ મેં મારી પીઠ અને મારી દાઢી ફાંસી નાખનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનારા કે થૂંકનારાથી મેં મારું મોં છુપાવ્યું નથી.


એક સમયે તો ઘણા લોકો તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા; કારણ, તેનો ચહેરો અને તેનો સમગ્ર દેખાવ અમાનુષી રીતે એવો વિરૂપ બનાવી દેવાયો કે તે માણસ હોય એવું લાગે જ નહિ!


છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.


સાચે જ તેણે તો આપણાં દર્દ અપનાવ્યાં અને આપણાં દુ:ખ ઉપાડયાં છે. છતાં જેને ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય અને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો.


હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


પછી તેઓ તેમના મુખ પર થૂંક્યા અને તેમને માર માર્યો. તેમણે તેમને તમાચા માર્યા અને કહ્યું,


સાહેબ, અમને યાદ છે કે, એ ઠગ જીવતો હતો ત્યારે આમ કહેતો હતો: ’ત્રણ દિવસ પછી મને સજીવન કરવામાં આવશે.’


તેમણે તેમને કહ્યું, “જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં માનવપુત્ર મુખ્ય યજ્ઞકારો, અને નિયમશાસ્ત્રના શિક્ષકોના હાથમાં સોંપાશે. તેઓ તેને મોતની સજા ફટકારશે; અને તેને પરદેશી સત્તાધીશોના હાથમાં સોંપી દેશે.


પછી તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે. પણ ત્રીજે દિવસે તે પાછો સજીવન કરાશે.”


અને તેમણે તેમને કહ્યું, “હું આત્મામાં ભારે વેદના અનુભવી રહ્યો છું; જાણે મારું મોત નજીક આવી પહોંચ્યું ન હોય! અહીં થોભો અને જાગતા રહો.”


તેમણે તેમના માથા પર સોટી ફટકારી, તેમના પર થૂંક્યા અને ધૂંટણે પડી તેમને નમન કર્યું.


ઈસુએ તેમને કહ્યું, “સર્વ બાબતોની પૂર્વ તૈયારીને માટે ખરેખર એલિયા પહેલો આવે છે; પણ માનવપુત્રે ઘણું દુ:ખ સહન કરવું અને તિરસ્કાર પામવો જોઈએ એવું ધર્મશાસ્ત્ર કેમ કહે છે?


આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા.


તેઓ યરુશાલેમ નજીક આવ્યા એટલે તે શહેરને જોઈને ઈસુ રડી પડયા અને બોલ્યા,


તેમણે તેમને હસી કાઢયા. કારણ, તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઈ છે.


વળી, તેમણે કહ્યું, “માનવપુત્રે ઘણાં દુ:ખ વેઠવાં પડશે, અને લોકોના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો તેનો તિરસ્કાર કરશે. તેને મારી નાખવામાં આવશે અને તેને ત્રીજે દિવસે સજીવન કરવામાં આવશે.”


યહૂદીઓએ તેમને સંભળાવ્યું, “તું સમરૂની છે અને તને ભૂત વળગ્યું છે એમ અમે કહીએ છીએ તે શું સાચું નથી?”


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan