Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 53:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પણ અમે સાંભળેલા સંદેશા પર કોણે વિશ્વાસ મૂક્યો છે? કોની આગળ પ્રભુનો ભુજ પ્રગટ થયો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ, તે કોની આગળ પ્રગટ થયેલો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 53:1
16 Iomraidhean Croise  

પછી પ્રભુનું ગૌરવ પ્રગટ થશે, અને સમસ્ત માનવજાત તે જોશે. કારણ, એ પ્રભુના મુખની વાણી છે.”


હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?


દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે.


વળી, હિમાયત કરે એવો કોઈ માણસ નથી એ જોઈને તે વિસ્મય પામ્યા. તેથી તેમણે પોતાના બાહુબળથી જ તેમનો બચાવ કર્યો અને તે માટે પોતાના જ ન્યાયીપણાનો આધાર લીધો.


પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ,


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


ઈસુએ જવાબ આપ્યો, સિમોન બારયોના, શાબાશ! આ સત્ય કોઈ માનવીએ નહિ, પણ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ તને સીધેસીધું જણાવ્યું છે.


ઈસુએ બાર શિષ્યોને એક બાજુએ લઈ જઈને કહ્યું, “સાંભળો! આપણે યરુશાલેમ જઈએ છીએ અને સંદેશવાહકોએ માનવપુત્ર અંગે જે લખેલું છે તે બધું સાચું ઠરશે.


છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.


તે લોકોને એ પ્રકાશ વિષે સાક્ષી આપવા આવ્યો; જેથી બધા માણસો એનો સંદેશો સાંભળીને વિશ્વાસ કરે.


જેથી ઈશ્વરના સંદેશવાહક યશાયાના શબ્દો સાચા પડયા: “પ્રભુ, અમારો સંદેશ કોણે માન્યો છે? પ્રભુએ પોતાના ભુજની શક્તિ કોની આગળ પ્રગટ કરી છે?”


ક્રૂસ પરના ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલાઓ માટે મૂર્ખતારૂપ છે; પણ આપણે જેઓ ઉદ્ધાર પામતા જઈએ છીએ તેમને માટે તો તે ખ્રિસ્તનું સામર્થ્ય છે.


પણ ઈશ્વરે જેમને આમંત્રણ આપ્યું છે-પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય-તેમને તો ખ્રિસ્ત ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan