Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 52:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હવે અહીં બેબિલોનના સંબંધમાં પણ એવું જ બન્યું છે. કારણ, મારા લોકને વિનામૂલ્યે બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે અને તેમના ઉપરી અમલદારો તેમની ઠેકડી ઉડાવે છે. મારું નામ આખો દિવસ સતત નિંદાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ હવે યહોવા કહે છે, “અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વગર કારણે લઈ જવામાં આવ્યા છે; તેમના અધિકારીઓ બૂમ પાડે છે, ” એમ યહોવા કહે છે; “અને નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આ યહોવાહની ઘોષણા છે: “હવે અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વિના કારણે લઈ જવામાં આવ્યા છે? તેઓના અધિકારીઓ બૂમ પાડે છે અને મારા નામની સતત આખો દિવસ નિંદા કરે છે.” આ યહોવાહની ઘોષણા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને હવે યહોવા પૂછે છે, “અત્યારે હું અહીં શું જોઉં છું? તમને વિના મૂલ્યે ગુલામ બનાવવામાં આવ્યા છે, તમારા પર શાસન ચલાવનારાઓ ઊંચા સ્વરે બોલે છે અને દિનપ્રતિદિન મારા નામની સતત નિંદા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 52:5
27 Iomraidhean Croise  

પણ પ્રભુના શત્રુઓ કરે તેમ તેં આ કૃત્યથી પ્રભુનો અત્યંત તિરસ્કાર કર્યો છે અને તેથી તારું નવજાત બાળક મરી જશે.”


તમે તો તમારા લોકને વિનામૂલ્યે વેચી દો છો, તેમની વેચાણકિંમતથી તમને કશો નફો થતો નથી,


હે ઈશ્વર, વેરીઓ ક્યાં સુધી તમારો ઉપહાસ કરશે? શું તેઓ સદા તમારા નામની નિંદા કરશે?


હે પ્રભુ, શત્રુઓ તમારી નિંદા કરે છે, અને મૂર્ખ લોકો તમારા નામને ધૂત્કારે છે તે તમે યાદ કરો.


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


“તારું અહીં શું છે? પોતાને માટે અહીં પર્વત પર ખડકમાં કબર ખોદાવવાનો તને શો અધિકાર છે? જો, તે પોતાને માટે કબર ખોદાવે છે અને ખડકમાં પોતાને માટે આરામસ્થાન કોતરાવે છે.


પણ હું તારી સઘળી ઊઠબેસ અને અવરજવર જાણું છું. મારા પરના તારા રોષની મને ખબર છે.


ત્યારે યશાયાએ તેમને કહ્યું, “તમારા માલિકને આમ જણાવો. પ્રભુ કહે છે, ‘આશ્શૂરના રાજાના અધિકારીઓએ મારી વિરુદ્ધ ઉચ્ચારેલા શબ્દોથી તું ગભરાઈશ નહિ.


હું મારા લોક પર રોષે ભરાયો હતો અને મેં મારી એ સંપત્તિરૂપ પ્રજાને અપમાનિત કરી હતી. મેં તેમને તમારા હાથમાં સોંપ્યા હતા અને તમે તેમના પર લગારે ય દયા દાખવી નહિ. વયોવૃદ્ધ માણસો પર પણ તમે ભારે ઝૂંસરી લાદી.


શિકારીએ બિછાવેલ જાળમાં હરણ ફસાઈ જાય તેમ તારા લોક શેરીઓને નાકે નાકે લાચાર થઈને પડયા છે. તેમણે પ્રભુના કોપનો, તારા ઈશ્વરની ધમકીનો પૂરેપૂરો અનુભવ કર્યો છે.


‘જમીન પર ઊંધા મોંએ સૂઈ જાઓ કે અમે તમારા પર ચાલીએ, એવું તમારા જુલમગારો તમને કહેતા. તમારી પીઠ પણ ભૂમિ જેવી અથવા ચાલવાની શેરી જેવી થઈ પડી હતી. હું પેલો કોપનો પ્યાલો તમારા એ જુલમગારોના હાથમાં મૂકીશ.


પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “તમે વિનામૂલ્ય ગુલામ તરીકે વેચાયા હતા. તેથી તમે વિનામૂલ્યે છોડાવી લેવાશો.


પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.


“મારા નિસાસા સાંભળો; કોઈ મને દિલાસો દેતું નથી. તમે મારા પર આપત્તિ લાવ્યા છો સાંભળીને મારા દુશ્મન હર્ષ પામે છે. તમારા આપેલા વચન પ્રમાણે એ દિવસ લાવો કે જ્યારે મારી માફક તેમને પણ દુ:ખ પડે.


તેમણે પોતાના ક્રોધમાં ઇઝરાયલની તમામ તાક્ત ભાંગી નાખી છે. દુશ્મન ચડી આવ્યો ત્યારે તેમણે મદદ કરવાની ના પાડી દીધી. ચારેકોર ફરી વળતા ભડભડતા અગ્નિની જેમ પોતાના કોપાગ્નિમાં તેમણે સઘળાંનો નાશ કર્યો છે.


પણ જે પ્રજાઓના દેખતાં મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો.


પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો.


પ્રભુ કહે છે, “તે દિવસે તમે યરુશાલેમના મચ્છી દરવાજે રુદનનો પોકાર સાંભળશો. વળી, નગરના નવીન વિભાગમાં વિલાપનો અવાજ અને ડુંગરોમાંથી કડાકા સાંભળશો.


ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તમ યહૂદીઓને લીધે ઈશ્વરનું નામ બિનયહૂદીઓમાં નિંદાય છે.”


તેઓ ત્યાં હતા ત્યારે તેમણે જુવાન લેવીની બોલી પારખી લીધી, અને તેમણે તેની પાસે જઈને પૂછયું, “તને અહીં કોણ લાવ્યું? તું અહીં શું કરે છે? તને અહીં શું મળે છે?”


Lean sinn:

Sanasan


Sanasan