Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 52:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તમે તો પોતે ઇજિપ્તમાં વસવા ગયા હતા. છેલ્લે આશ્શૂરે તમને વિનાકારણ રંજાડયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે પ્રભુ યહોવા કહે છે, “પ્રથમ મારા લોક મિસરમાં પ્રવાસ કરવા માટે ગયા; અને આશૂરે વિના કારણ તેમના પર જુલમ કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, “શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; આશ્શૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ કે યહોવા જે દેવ છે તેણે કહ્યું, “આરંભમાં તમે વસવાટ કરવા માટે મિસર ગયા હતા, પછી આશ્શૂરના લોકોએ તમારા ઉપર વિના કારણ જુલમ કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 52:4
11 Iomraidhean Croise  

તેઓ તેમનાં બધાં ઢોરઢાંક અને કનાન દેશમાં મેળવેલી બધી સંપત્તિ લઈને ઇજિપ્ત આવી પહોંચ્યા.


યાકોબ પોતાનું સમગ્ર કુટુંબ એટલે પોતાના પુત્રો તથા પૌત્રો અને પુત્રીઓ તથા પૌત્રીઓને લઈને ઇજિપ્તમાં આવ્યો.


પ્રભુએ શેતાનને કહ્યું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી. તેં તો તેને પાયમાલ કરવા મને વિનાકારણ ઉશ્કેર્યો, છતાં હજી તે પોતાની નિષ્ઠાને દઢતાથી વળગી રહ્યો છે.”


તમારા પર આશા રાખનારાઓ લજવાશે નહિ. પરંતુ, તમારો વિનાકારણ વિશ્વાસઘાત કરનારા લજવાશે.


તમે તો તમારા લોકને વિનામૂલ્યે વેચી દો છો, તેમની વેચાણકિંમતથી તમને કશો નફો થતો નથી,


વિનાકારણ મારી ઘૃણા કરનારા મારા માથાના વાળ કરતાં વધારે છે. મારો નાશ કરવા ઇચ્છનારા બળવાન છે અને તેઓ વિનાકારણ મારા શત્રુઓ બન્યા છે. જે મેં ચોર્યું નથી તે હું કઈ રીતે પાછું આપું?


હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.


પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.


‘તેમણે વગર કારણે મારો તિરસ્કાર કર્યો છે,’ એવું તેમના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે સાચું પડે, માટે આમ થવું જ જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan