Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 52:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “તમે વિનામૂલ્ય ગુલામ તરીકે વેચાયા હતા. તેથી તમે વિનામૂલ્યે છોડાવી લેવાશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે યહોવા કહે છે, “તમે મફત વેચાયા હતા, અને નાણાં વિના તમે છોડાવી લેવાશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે યહોવાહ કહે છે, “તમે મફત વેચાયા હતા અને નાણાં વિના તમે છોડાવી લેવામાં આવશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 કારણ કે યહોવા કહે છે કે, “તમે વિના મૂલ્ય વેચાયા હતા, અને નાણા વિના તમે પાછા લેવાશો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 52:3
13 Iomraidhean Croise  

તમે તો તમારા લોકને વિનામૂલ્યે વેચી દો છો, તેમની વેચાણકિંમતથી તમને કશો નફો થતો નથી,


તમે તો અમને અમારા પડોશીઓ માટે મહેણાંને પાત્ર કર્યા છે, આસપાસના લોકો અમારી ઠેકડી ઉડાડે છે અને અમને ધૂત્કારે છે.


પ્રભુ ન્યાયી હોવાથી સિયોન એટલે યરુશાલેમને અને પાપથી પાછા ફરનારા તેના લોકોને બચાવશે.


કોરેશને વિજયપ્રાપ્તિને અર્થે ઊભો કરનાર અને તેની આગળ તેના બધા માર્ગો સીધા સરળ કરી દેનાર હું છું. તે મારા શહેર યરુશાલેમને બાંધશે અને કોઈપણ જાતના મૂલ્ય કે બદલા વિના તે મારા બંદીવાન લોકને સ્વતંત્ર કરશે.” આ તો સર્વસમર્થ પ્રભુનાં ઉચ્ચારેલાં વચનો છે.


પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


તમે “ઈશ્વરના પવિત્ર લોક” અને “પ્રભુએ જેમનો ઉદ્ધાર કર્યો છે તેવા લોક” કહેવાશો. યરુશાલેમ તો “ઝંખેલી નગરી” અને “વણતજાયેલી નગરી” કહેવાશે.


કારણ, મેં મારા મનમાં દુશ્મનોનો પ્રતિકાર કરવાનો દઢ નિર્ધાર કર્યો હતો અને મારા લોકનો ઉદ્ધાર કરવાનો સમય પણ પાકી ચૂક્યો હતો.


પ્રભુએ મને કહ્યું, “સમગ્ર દેશમાં કરાતાં પાપોને કારણે મારા લોકની સંપત્તિ અને ધન લૂંટવા હું શત્રુઓને મોકલીશ.


તેં પ્રત્યેક જાહેર ચોકમાં મૂર્તિપૂજાનાં સ્થાનકો ઊભાં કર્યાં છે અને દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બંધાવ્યા છે. છતાં તું બીજી વેશ્યાઓ જેવી તો નહોતી, કારણ, તને વેતન લેવા પ્રત્યે નફરત હતી.


વૃક્ષોને ફળ આવશે, ખેતરોમાં પાક થશે અને દરેક જણ પોતાના દેશમાં સહીસલામતીમાં જીવશે. હું મારા લોકની ઝૂંસરી તોડી નાંખીશ અને ગુલામ બનાવનારાઓના હાથમાંથી તેમને છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


જો તેને કોઈ રીતે સ્વતંત્ર કરવામાં ન આવે તો પછીના ઋણમુક્તિના વર્ષમાં તે અને તેનાં બાળકો સ્વતંત્ર થઈ જાય.


તમારા પૂર્વજો પાસેથી ઊતરી આવેલી નિરર્થક પ્રણાલિકાઓમાંથી તમને મુક્ત કરવા માટે ચૂકવવામાં આવેલી કિંમતની તો તમને ખબર છે.


Lean sinn:

Sanasan


Sanasan